Site icon Revoi.in

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લગાવી પુરી તાકાત,PM મોદી કરશે 20 રેલીઓ

Social Share

બેંગલુરુ : કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં લગભગ 20 સ્થળોએ પ્રચાર કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના પ્રચાર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બોમ્મઈએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, “વડાપ્રધાન લગભગ 20 સ્થળોએ પ્રચાર કરે તેવી સંભાવના છે.”

તે આમાંના મોટા ભાગના સ્થળોએ રેલીઓને સંબોધિત કરશે અને કેટલાક સ્થળોએ રોડ શો યોજવામાં આવશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રીઓની મજબૂત ટીમ ચૂંટણી માટે પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.

કેન્દ્રીય મંત્રીઓમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા અને પ્રહલાદ જોશીનો સમાવેશ થાય છે, પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી નેતાઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આદિત્યનાથ ઉપરાંત મધ્યપ્રદેશ અને આસામના મુખ્યમંત્રીઓ અનુક્રમે શિવરાજ સિંહ ચૌહાણ અને હિમંતા વિશ્વ શર્મા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. બોમ્માઈ, કર્ણાટક ભાજપના મજબૂત નેતા બીએસ યેદિયુરપ્પા, પૂર્વ મુખ્યમંત્રી ડીવી સદાનંદ ગૌડા, કર્ણાટકના કેટલાક મંત્રીઓ અને રાજ્ય પાર્ટીના નેતાઓ પણ યાદીમાં સામેલ છે.