Site icon Revoi.in

ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનઃ રાજ્યમાં ધાર્મિક સ્થળોની ભાજપના નેતા-કાર્યકરો સફાઈ કરશે રાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. હવે ભાજના નેતાઓ અને કાર્યકરો ધાર્મિક સ્થળોએ સફાઈ કરશે. આ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. આવતીકાલે ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિતના મહાનુભાવો જોડાશે. ગુજરાતમાં આવાલ વિવિધ પવિત્ર ધર્મસ્થાનો પર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહાનુભાવો ઉપસ્થિત રહીને “ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન”માં જોડાશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના આદર્શ સંકલ્પોને આગળ વધારવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ પૂજ્ય ગાંધીબાપુની જન્મજયંતી 02 ઓક્ટોબર 2014ના દિવસે સમગ્ર ભારતમાં “સ્વચ્છ ભારત મિશન”ની નવી દિલ્હી ખાતેથી શરૂઆત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણા અને આજ સંકલ્પ સાથે “ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન” અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા.22 એપ્રિલ 2023(શનિવાર) ના રોજ સવારે 08:00 થી 10:00 કલાક સુધી “ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન” યોજાશે. આ અભિયાનમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.