Site icon Revoi.in

લો બોલો, ભાજપના MLC ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યાઃ જોકે સમયસર ચેતી ગયા અને…

BJP MLC falls victim to digital arrest

BJP MLC falls victim to digital arrest

Social Share

લખનઉ, 5 માર્ચ, 2026 – BJP MLC falls victim to digital arrest ડિજિટલ એરેસ્ટનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હવે નેતાઓને પણ સકંજામાં લઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં ભાજપના વિધાન પરિષદના એક ધારાસભ્ય (MLC) આ કૌભાંડમાં સપડાયા હતા. જોકે, દોઢ કલાક પછી તેમને આ અંગે શંકા જતા તેઓ બચી ગયા.

મીડિયા અહેવાલ અનુસાર, ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ભાજપના એમએલસી શૈલેન્દ્ર પ્રતાપ સિંહને સાયબર અપરાધીઓએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બદમાશોએ ભાજપ નેતાને ડિજિટલ એરેસ્ટના નામે ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને વીડિયો કૉલ કરીને બદમાશે પોતે તપાસ એજન્સીનો અધિકારી હોવાનું જણાવ્યું હતું. બદમાશ સંપૂર્ણ પોલીસ વર્દીમાં હોવાથી શરૂઆતમાં ભાજપના એમએલસી પણ થાપ ખાઈ ગયા અને તેઓ દોઢ કલાક સુધી ડિજિટલ એરેસ્ટની સ્થિતિમાં રહ્યા હતા.

કહેવાય છે કે, કૉલ કરનાર બદમાશે એમએલસીને કોઈ કેસની તપાસની વાત કરી અને તેમાં તેમનો સહકાર માગ્યો અને સતત દોઢ કલાક સુધી આડીઅવળી વાતો કરી હતી.

આ દરમિયાન બદમાશોએ ભાજપ નેતા ઉપર વિવિધ પ્રકારનું દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે તેમની પાસેથી નાણાની માગણી કરી ત્યારે શૈલેન્દ્ર પ્રતાપ સિંહને શંકા ગઈ અને તેમણે તરત જ ફોન કાપી નાખ્યો. આ પછી તેમણે પોલીસને આ વિશે જાણ કરી હતી. ઉત્તરપ્રદેશ પોલીસ હવે આ રીતે એક એમએલસીને ડિજિટલ એરેસ્ટમાં રાખવાનો પ્રયાસ કરનાર ગેંગની તપાસ કરી રહી છે.

Exit mobile version