- મમતાની જીત બાદ બંગાળમાં હિંસાનો માહોલ
- જેપી નડ્ડા એ દિવસની બંગાળની મુલાકાત કરશે
- હિંસા સામે બીજેપી દ્રારા 5 મેના રોજ રાષ્ટ્રવ્યાપી ઘરણા કરાશે
- બીજેપી કાર્યકર્તા વિજયવર્ગીયે આ બાબતે આપી હતી માહિતી
દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીએ વિતેલા દિવસને સોમવારના રોજ જણાવ્યું હતું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 4 મેના રોજ બે દિવસીય બંગાળની મુલાકાતે રવાના થશે. આ સમય દરમિયાન તેઓ હિંસાથી પ્રભાવિત પક્ષના કાર્યકરોને પણ મળશે. પક્ષ દ્રારા કહેવામાં આવ્યું છે કહ્યું છે કે બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ રાજ્યભરમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા હિંસાની ઘટનાઓ સામે 5 મેના રોજ દેશવ્યાપી ધરણા કરવામાં આવશે. આ ધરણા પ્રદર્શન પાર્ટીના તમામ સંગઠનાત્મક મંડળોમાં તમામ કોવિડ પ્રોટોકોલોને અનુસરીને યોજવામાં આવશે.
આ પહેલા બંગાળના ભાજપના પ્રભારી અને વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીય દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ ભાજપના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે. વિજયવર્ગીયે કહ્યું હતુ કે, ભાજપના કાર્યકરો મમતા બેનર્જી દ્વારા પ્રાયોજિત હિંસાનો ભોગ બની રહ્યા છે અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ શકે છે. આ સાથે વિજયવર્ગીયે જણઆવ્યું હતું કે, બંગાળની ચૂંટણીના પરિણામો ભાજપ માટે આંચકો નથી કારણ કે અમને અભૂતપૂર્વ લાભ મળ્યો છે, ડાબેરી-કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસને મદદ કરવા ચૂંટણી મેદાન છોડી દીધું છે.
વિજયવર્ગીયે વધુમાં આ બાબતને લઈને જણાવ્યું હતું કે,કબંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ અહીં હિંસાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે તૃણમૂલની જીત બાદ લગભગ 700 જેટલા ગામોમાં હિંસા થઈ છે, મહિલાઓ પર દુષ્કર્મમ સહીતની ઘટનાઓ ભાજપના કાર્યકરોની હત્યાઓની ઘટનાઓ બનવા પામી રહી છે.