Site icon Revoi.in

કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર ભાજપના આકરા પ્રહાર, હિન્દુઓના પૈસા અન્ય ધર્મોને અપાતો હોવાનો આક્ષેપ

Social Share

બેંગ્લુરુઃ બેંગ્લુરુ દક્ષિણના ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કર્ણાટકની કોંગ્રેસ સરકારે પોતાના બજેટમાં રાજ્યના વકફ બોર્ડને રૂ. 100 કરોડ અને ઈસાઈ સમુદાયને રૂ. 200 ફાળવ્યાં છે. જેને લઈને ભાજપના સાંસદે જણાવ્યું હતું કે, હિન્દુ સમદાયનો ઉપયોગ અન્ય ધર્મોને આર્થિક રૂપે સમૃદ્ધ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

ભાજપના સાંસદે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, હિન્દુ મંદિરોના પૈસા લઈને બિનહિન્દુ ધાર્મિક સંસ્થાઓને ફંડ આપવાનો સિદ્ધારમૈયા જેવા સેક્યુલર નેતાઓનો એસઓપી છે. જેતસ્વી સૂર્યાએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર હિન્દુઓની કિંમત પર નિર્ણય લઈ રહી છે. તેમના દ્વારા પ્રેક્ટિક કરાતી ધર્મનિરપેક્ષતા માત્ર હિન્દુઓને ઝાડુથી મારવા માટે જ નહીં પરંતુ તેમની કિંમત પર બીજા ધર્મોને આર્થિક રીતે સમૃદ્ધ કરવાનું ટૂલ પણ છે.