અમદાવાદઃ ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા, મહિલા, ગરીબ, ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ વાત કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંકલ્પ પત્ર અંગે જણાવ્યું કે, દેશના નાગરીકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબ કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા બદલ સંકલ્પ સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહને અભિનંદન. સંકલ્પ પત્રમા જનતાની સેવા કરવાની ગેરંટીનુ સંકલ્પ લઇને ભાજપ આવ્યુ છે. દેશની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે દ્રઢ વિશ્વાસ રજૂ કર્યો છે અને આ વખતે પણ જનતા જનાર્દનના આશિર્વાદથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમા 400 થી વધુ બેઠકો જીતાડશે તેવો વિશ્વાસ છે.
ભુપેન્દ્ર પટેલે વધુમા જણાવ્યું કે, સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047 ને સાકાર કરવાનો રોડ મેપ છે. મોદી સાહેબના નેતૃત્વમા ભારતની અર્થવ્યવસ્થા પાંચમા નંબરે પહોચી છે. દેશની જનતાને મફત અનાજ યોજના જાહેર કરી છે તે આગામી સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. મોદી સાહેબે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાચુ કરી બતાવ્યુ છે. સંકલ્પ પત્ર 2024 દેશના દરેક વર્ગ, સમાજ, નાગરીકોના જીવન ના પરિબળોને ધ્યાને રાખી તૈયાર કરવામા આવ્યું છે.
ભુપેન્દ્ર પટેલે વધુમા જણાવ્યું હતું કે, મોદી એ પીએમ સુર્ય ઘર યોજના થકી મફત વિજળી તેમજ દેશને ઓટો હબ, ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર હબ, વૈશ્વીક મેન્યુફેકચરિંગ હબ આંતકવાદ સામે ઝીરો ટોલરન્સ અને રમત ગમત ક્ષેત્રનો વિકાસ, વન નેશન વન ઇલેકશન, યુનિફોર્મ સિવિલ કોર્ડનો કાર્યો સુનિશ્ચિત કરશે.