Site icon Revoi.in

આજે રાજધાની દિલ્હીમાં બીજેપીનો ભવ્ય રોડ શો- પીએમ મોદી પણ સામેલ થશે

Social Share

દિલ્હીઃ- આજે સોમવાપરે રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે મહત્વની વાત એ છે કે આ રોડશોમાં પીએમ મોદી પણ સામેલ થવાના છે,આ રોડ શો આજે બપોરે 3 વાગ્યાથી સંસદ માર્ગ પર પટેલ ચોકથી જયસિંહ રોડ જંકશન સુધી યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.

આ રોડ શો માં  મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત  થશે તેવી ઘારણઆઓ પણ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે શોના માર્ગની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે લોકોને સલાહ આપી છે કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય અને પૂરતો સમય ન હોય ત્યાં સુધી નવી દિલ્હી આવવાનું ટાળો.

તે જ સમયે, કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન નવી દિલ્હીની આસપાસ મુસાફરી કરવાનું ટાળે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ, રોડ શો બપોરે 3 વાગ્યે શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી પીએમ મોદીના સન્માનમાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના પહેલા દિવસે રોડ શોનું આયોજન કરી રહી છે. અગાઉ, મુખ્ય બેઠકના બીજા દિવસે મંગળવારે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પાર્ટીએ શિડ્યુલ બદલ્યો અને હવે રોડ શો 16 જાન્યુઆરીએ યોજાવાનું નક્કી કર્યું. આજે અશોક રોડ, સંસદ માર્ગ, જયસિંહ રોડ, રફી માર્ગ, જંતર મંતર રોડ, ઇમ્તિયાઝ ખાન માર્ગ અને બાંગ્લા સાહિબ લેન બપોરે 2.30 થી સાંજના 5 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.