Site icon Revoi.in

બીજેપીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શ્રી રામનું આગમન , બેકગ્રાઉન્ડમાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ દર્શાવામાં આવી

Social Share

અયોધ્યા – ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનનારું રામમંદિત કરોડો શ્રાદ્ધધયુઓની આશઠનું પ્રતિક છે આતુરતાથી આ મંદિર ખોલવાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવે ભારતીય જાણતા પાર્ટી એ પોતાના સોસિયલ મીડિયા હેન્ડલ પર શ્રી રામ ભગવાનનું આગમન કર્યું છે .

વાતજાણે  એમ છે કે ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોઈ કસર છોડવા માંગતી નથી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હંમેશાથી ભાજપનો મહત્વનો મુદ્દો રહ્યો છે. હવે પાર્ટી ચૂંટણીની મોસમમાં રામ મંદિર નિર્માણનાની વાતને મહત્વ આપતા હવે તેના ઉદ્ઘાટનની તારીખ પાર્ટીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી છે . 

ભારતીય જનતા પાર્ટીએ તેના સત્તાવાર  એક્સ એકાઉન્ટ અને ફેસબુક હેન્ડલ્સ પર એક નવું બેકગ્રાઉન્ડ પોસ્ટર રાખ્યું છે  આ ચિત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અયોધ્યામાં આગામી રામ મંદિર સાથે બતાવવામાં આવ્યા છે.

આ સાથે જ પોસ્ટર માં અયોધ્યામાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહના સંદર્ભમાં, બેનરની તસવીરની ટેગલાઇન ‘જય શ્રી રામ, 22 જાન્યુઆરી, 2024’ લખાયેલી જોવા મળે  છે. પીએમ મોદી, સીએમ યોગીને આમંત્રણ શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તાજેતરમાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે  શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લા સરકારના શ્રી વિગ્રહનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ કમળ દ્વારા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણે 4000 આદરણીય સંતો અને 2500 પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહેશે.