Site icon Revoi.in

બાંગ્લાદેશના ઢાકામાં બ્લાસ્ટઃ સાત વ્યક્તિના મોત, 50થી વધારે ઘાયલ થયાની આશંકા

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વિસ્ફોટ થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાં હતા. વિસ્ફોટથી વાહનો અને આસપાસની ઈમારતોને પણ ભારે નુકશાન થયું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બાંગ્લાદેશ પોલીસે પણ વિસ્ફોટનું કારણ જાણવા તપાસ આરંભી છે.

ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર વિસ્ફોટ ઢાકાના મોધબજાર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં થયો હતો. આ ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઢાકાના ઉચ્ચ પોલીસ અધિકારી શફીકુલ ઈસ્માલએ જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત વ્યક્તિઓ ઘાયલ થયાં છે. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઉચ્ચ પોલીસ અધિકારી સજ્જાદ હુસૈનને જણાવ્યું હતું કે, નિશ્ચત રૂપે આ એક મોટો વસ્ફોટ હતો. ફાયરની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વિસ્ફોટ કયાં કારણોસર થયો છે તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે, રસ્તા ઉપર કાચના ટુકડાં અને કોંક્રીટનો કાટમાળ નજરે પડે છે. જે ઈમારતમાં વિસ્ફોટ થયો તેની બહાર ઉભેલી બે બસોને પણ નુકસાન ખયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટમાં 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. જે પૈકી 10ની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. જો કે, બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો છે તે જામી શકાયું નથી. જે ઈમારતમાં બ્લાસ્ટ થયો હતો ત્યાં એક ફાસ્ટ ફુડની દુકાન હતી. ખરાબ ગેસ લાઈન અથવા ગેસ સિલેન્ડરના કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.