Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર સ્થિત જામિયા મસ્જીદ પાસે  બ્લાસ્ટ,સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓને શોધવાની કવાયત હાથ ઘરાઈ

Social Share

 

શ્રીનગરઃ આજ રોજ ગુરુવારે શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જો કે  તેમાં કોઈ નુકસાન થયું નથી. ત્યારે હવે આ હુમલો કરનારા આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટ ખૂબ જ ઓછી તીવ્રતા વાળો ઈઆડીડી બ્લાસ્ટ હતો .હુંમલો કર્યા પછી આતંકીઓએ ગ્રેનેડ પણ ફેંક્યા હતા અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.જો કે હજી સુધી હુમલા અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી નથી કરાયું

આ ઘટનાના થોડા કલાકો પહેલા કાશ્મીરની ખીણમાં આતંકવાદીઓએ સોપોરના મુખ્ય ચોક પાસે અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારબાદ આતંકીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.હવે સેના તથા પોલીસ દ્વારા આતંકીઓની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ દૂરથી પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાના અહેવાલ નથી. જોકે, પોલીસનું કહેવું છે કે મેઇન ચોક સોપોરમાં ફાયરિંગના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે, કારણ કે એવી કોઇ ઘટના બની નથી. સામાન્ય જનતાને અપીલ છે કે તેઓ પોલીસને સહકાર આપે.