Site icon Revoi.in

બોલિવુડના ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ‘ડી કંપની’ ફિલ્મ મારફતે ઓટીટી પ્લેટફોર્મ ઉપર કરી રહ્યાં છે એન્ટ્રી

Social Share

મુંબઈઃ સસ્પેન્શ, થ્રિલર અને ગેંગસ્ટર ઉપર ફિલ્મો બનાવવા માટે જાણીતી રામ ગોપાલ વર્મા હવે નવા ડીજીટલ પ્લેટફોર્મ સ્પાર્ક ઓટીટી ઉપર પોતાની ફિલ્મ ડી કંપની લઈને આવી રહ્યાં છે. વર્ષ 1990માં ફિલ્મ શિવા સાથે રાઈટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ ઈન્ડસ્ટ્રીમાં હિન્દી ફિલ્મો મારફતે સારો કરવાનો પ્રયાસ કર્યો હતો. સત્યા, શૂલ, રંગીલા, કંપની, ભૂત અને સરકાર સહિત અનેક સુપરહિટ હિન્દી અને તેલુગુ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્મા હવે ટુંક સમયમાં જ નવી ફિલ્મ ડી કંપની મારફતે ડિજીટલ પ્લેટફોર્મ સ્પાર્ક ઓટીટીમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.

જાણીતી ટીવી ચેનલ આજતક સાથે ડિજીટલ દુનિયામાં પોતોના નવા પ્રયોગની માહિતી આપતા રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું કે, આપ જાણો છો કે હું સસ્પેન્સ, થ્રિલર અને ગેંગસ્ટર ઉપર સારી ફિલ્મો બનાવવાનું પસંદ કરું છું. તેમજ મને લાગે છે કે, આવી ફિલ્મો માટે ઓટીટી સૌથી સારુ પ્લેટફોર્મ છે. મારી આગમી ફિલ્મ ડી કંપનીની વાત કરુ તો આ ભારતીય ઈતિહાસની સૌથી બદનામ ટેરરિસ્ટ સંસ્થા છે અને આ ફિલ્મ તેની બાયોપિક છે કેમ કે તેને કોઈ સમય મર્યાદા અને સીમામાં બાંધી શકાય નહીં. આ માટે મે એની વેબસિરીઝ બનાવી છે અને તેને ડિજીટલ પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવા જઈ રહ્યો છું.

ફિલ્મની સ્ટોરી અંગે વાત કરતા રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું કે, આપણે તમામે દાઉદ ઈબ્રાહિમનું નામ સાંભળ્યું છે. પરંતુ આપણે નથી જાણતા કે એક ગલીનો ગુંડો કેવી રીતે ઈન્ટરનેશનલ ડોન બન્યો. કેવી રીતે ડી કંપનીનું નામ પડ્યું અને પ્રથમવાર ક્યારે દાઉસની સાથે આ નામ જોડવામાં આવ્યું. આ તમામ વાતો મારુ ધ્યાન ખેંચતી હતી. મેં આ પ્રોજેક્ટ ઉપર ઘણો સમય રિસર્ચ કર્યું છે અને આ સમયગાળામાં અનેક લોકોને મળ્યો કે જેઓ 1980માં આ ગેંગનો હિસ્સો રહી ચુક્યાં હતા. તેમજ તેમણે આ ડી કંપની અંગે જાણતા હતા. આમ મે રિચર્સ ઉપર આધારિત ફિલ્મ બનાવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વેબસિરીઝમાં હું સિંગિંગ પણ કરી રહ્યો છું. જો કે, હાલ તેને હું મારુ ટેલેન્ટ ન કહી શકું. એક એવી ફિલ્મ ઉપર હાલ કામ કરી રહ્યો છું તેનું નામ ટેબલેટ છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ વૃદ્ધ થઈને મરવાથી ડરે છે. આ ફિલ્મમાં એક એવો સમય બતાવીશ કે જ્યાં એક એવી દવા બનાવવામાં આવે છે જેને ખાવાથી કોઈ વૃદ્ધ નથી થતુ અને કોઈ મૃત્યુ નથી પામતું. આમ એક દવા જે લોકોને અમર બનાવે છે. આ દવા કેવી રીતે દુનિયા માટે અભિશાપ બની જાય છે તેની વાર્તા એટલે મારી ફિલ્મ ટેબલેટ.