Site icon Revoi.in

બોલિવૂડ કિંગખાન ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં પરત ફરવાની તૈયારીમાં, ટ્વિટર પર ફોટો શેર કરીને લખ્યું કંઈક આવું

Social Share

મુંબઈઃ- બોલિવૂડના કિંગ એવા શાહરુખ ખાન ફિલ્મી દુનિયામાં કોઈની ઓળખના મોહતાજ નથી, તેમની શાનદાર એક્ટિંગ અને બોલનવાની છંટા અનેક લોકોના દિલ જીત્યા છે.ત્યારે ઘણા સમયથી કોરોનાના કારણે મનોરંજનની દુનિયાના પૈંડા જાણે  થંભી ગયા હતા ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછુ થયા ફિલ્મી સિતારાઓ પોતાના કામમાં પરત ફરવાની તૈયારીઓ કરી રહ્યા છએ તેજ શ્રેણઈમાં હવે શાહરુખ ખાન પણ જોવા મળે છે.

શાહરૂખ ખાને છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ફિલ્મ કરી નથી. તે છેલ્લે ડિસેમ્બર 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળ્યો હતો. તેમના ચાહકો આતુરતાપૂર્વક તેને મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહ્યા છે. હવે શાહરૂખ ખાને એ બાબતનો ઈશારો આપ્યો છે કે તે કામ પર પાછા ફરી રહ્યો છે.અભિનેતાએ પોતાનો એક ફોટો શેર કરીને કહ્યું છે કે કામ પર પાછા ફરવાનો સમય આવી ગયો છે.

શાહરૂખ ખાને ભલે છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ ફિલ્મ ન કરી હોય, પરંતુ તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે સતત સંપર્કમાં રહતા એક્ટર છે તેઓ પોતાને લગતી કેટલીક અપડેટ્સ શેર કરતા રહે છે. હવે શાહરૂખ ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે.

ટ્વિટર પર પોતાનો ફઓટો શરે કરીને તેમણે સાથે લખ્યું છે કે, ‘તેઓ કહે છે કે સમયને દિવસ, મહિનો અને દાઢી દ્વારા માપવામાં આવે છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે,ટ્રિમ કરવાનો અને કામ પર પાછા ફરવાનો છે. તે દરેકને શુભેચ્છાઓ કે જેઓ કેટલીક હદ સુધી સામાન્ય સ્થિતિમાં પાછા ફર્યા છે. સલામત અને સ્વસ્થ દિવસો અનેઆગળ કામ કરવાના મહિનાઓ, દરેકને ખુબ પ્રેમ. ‘

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ 21 જૂનથી ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ કોરોના વાયરસને કારણે બંધ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ છે. સિદ્ધાર્થ આનંદ એક્શન ડ્રામા ફિલ્મ ‘પઠાણ’ ડિરેક્ટ કરી રહ્યા છે.