Site icon Revoi.in

બોલિવૂડ સ્ટાર્સ સનિ દેઓલ-અમિષા પટેલ ફરી તારા સિંહ-સકીનાના અવતારમાં સ્કિન શેર કરશે, ફિલ્મ ‘ગદર-2’ નુ શૂટિંગ શરુ

Social Share

મુંબઈઃ- ફિલ્મ ગદર જ્યારે રિલીઝ થી હતી ત્યારે આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળઅયો હતો જો કે વિવાદ પણ ઘણો સર્જાયો હતો, ત્યારે હવે ફિલ્મ ગદર 2 નું શૂટિંગ શરુ થી ચૂક્યું છે, આ ફિલ્મમાં  સનિ દેઓલ અને અમિષા પટેલ ફરી એક સાથે તારા-શકીનાના રોલમાં જોવા મળશે.

આ સાથે જ અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર બોલીવુડમાં કમબેક કરવા આવી રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શૂટિંગનો એક ફોટો શેર કરીને તેના ચાહકોને આ સમાચાર આપ્યા છે

અમીષા એ શેર કરેલા ફોટામાં અમીષા-સની ફરી એકવાર તારા સિંહ-શકીનાના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. આ બંનેનો ફોટો સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.આ ફિલ્મનું શૂટિંગ હિમાચલમાં ચાલી રહ્યું છે,ઓ ફોટોઝને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ફિલ્મના શૂટિંગ સેટ પરથી ફોટો શેર કરતાં અમીષાએ કેપ્શનમાં લખ્યું છે- ગદર-2 મુહૂર્ત શૉટ. આ સાથે, તેણે આર્મી જનરલ સુરેન્દ્ર સિંહ અને રોહિત જયકેને ટેગ કર્યા અને શૂટિંગ સેટ પર સમય પસાર કરવા બદલ આભાર માન્યો.

આ ફોટોમાં અમીષા સફેદ સૂટ અને પીળા દુપટ્ટામાં જોવા મળી રહી છે. તે જ સમયે, તેની બાજુમાં બેઠેલા સની દેઓલ, માથા પર પાઘડી સાથે બીજી બાજુ જોઈ રહ્યો છે. ફોટોમાં ટીમના બાકીના સભ્યો સાથે આર્મી ઓફિસર્સ પણ જોવા મળી રહ્યા છે.

આ પહેલા ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફેન્સને આ અંગે જાણકારી આપતા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ફેન્સને કહી રહ્યા છે કે તેમની ટીમે ગદર 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે.