Site icon Revoi.in

રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીને બોનસ ચુકવાશે, સરકારે કરી જાહેરાત

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય પણ કર્યો છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

રાજ્ય સરકારની બોનસ આપવાની જાહેરાત બાદ વર્ગ 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. આ વખતે દિવાળી 4 નવેમ્બરે જ આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા છે. જેથી કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. જો કે હવે રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને પણ બોનસ સહિત એડહોક બોનસ ચુકવવાની જાહેરાત કરી છે, જેમાં એડહોક બોનસની મહત્તમ મયાર્દા 3500 રૂપિયાની છે, નિયમો અનુસાર વર્ગ 4 ના કર્મચારીઓને બોનસ પ્રમાણે 31 માર્ચ 2021ના રોજ મળવાપાત્ર રહેશે. બોનસની જાહેરાત બાદ રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

રાજય સરકારે દિપાવલીના તહેવારો આવતા જ વર્ગ-4ના કર્મચારીઓ જે નિયમિત પગારધોરણમાં ફરજ બજાવે છે તેના માટે 30 દિવસનું બોનસ જાહેર કર્યુ છે જે બોનસની વધુમાં વધુ રકમ 3500 રહેશે. એટલે કે તેનાથી વધુ રકમ મળશે નહી. 31-3-21ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ઓછામાં ઓછી છ મહિનાની સળંગ નોકરી કરી હોય તેને આ બોનસ મળશે. સરકારે બોનસની ગણતરી પણ જાહેર કરી છે.