ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ સરકારના વર્ગ 4ના કર્મચારીઓ સાથે સ્નેહ ભોજન લઈને સંવાદ કર્યો
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સાલસ અને સરળ-સહજ વ્યક્તિત્વ તથા દરેકને પોતીકાપણાના ભાવથી હળવા-મળવાની આગવી લાક્ષણિકતાથી ‘‘સૌના ભૂપેન્દ્રભાઇ’’ બની રહ્યા છે. મુખ્યમંત્રીની આવી જ નિખાલસતાનો સુખદ અને આગવો પરિચય રાજ્ય સરકારના પાયાના સ્તરના કર્મયોગી એવા વર્ગ-4ના સેવકોને ગાંધીનગરમાં થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલયના વર્ગ-4ના કર્મયોગીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રીત કરીને તેમની સાથે સહજ સંવાદનો સેતુ […]