Site icon Revoi.in

ભાવનગરમાં ડુંગળીનું મબલત ઉત્પાદનઃ માર્કેટ યાર્ડમાં જંગી આવક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગરમાં થાય છે અને ભાવનગરની ડુંગળીની દેશના વિવિધ રાજ્યોમાં ભારે માંગ રહે છે. દરમિયાન ભાવનગરનું માર્કેટયાર્ડમાં ડુંગળીની વ્યાપક આવક થઈ રહી છે. જો કે, ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ભાવનગર જિલ્લામાં ડુંગળીની મબલખ આવકથી માર્કેટ યાર્ડ ઊભરાયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 દિવસ માટે યાર્ડમાં ડુંગળીની આવક બંધ રાખવાનો નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. જો કે બીજી તરફ ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. ગત સિઝનમાં ખેડૂતોને ડુંગળીના રૂ. 550 થી વધુ ભાવ મળ્યા હતા, પરંતુ નવી આવક શરૂ થતાં ડુંગળીના ભાવ ગગડ્યાં હતા. હાલ ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના ફક્ત રૂ. 100 થી 250 સુધીના ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય ભાવ માટે માગ કરી હતી.