- 18 + લોકો માટે બુસ્ટર ડોઝ ઉપલબ્ધ
- ખાનગી રસીકરણ કેન્દ્રોમાંથી મળશે ડોઝ
- બીજો ડોઝ લીધાને 9 મહિનાથી વધુ સમય થયો હોવો જરૂરી
દિલ્હી:હવે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ થશે.જેમની ઉંમર 18 વર્ષ છે,તેને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા ને 9 મહિના થી વધુ થઇ ગયા હોય તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં બૂસ્ટર ડોઝ મેળવી શકે છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે,સરકારી રસીકરણ કેન્દ્રો દ્વારા ચાલી રહેલા મફત રસીકરણ કાર્યક્રમ હેઠળ કોરોના વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ પાત્ર વસ્તી આ સાથે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયની વસ્તી માટે બૂસ્ટર ડોઝ શરૂ રહેશે અને વધુ વેગ આપવામાં આવશે.
દેશની તમામ 15+ વસ્તીમાંથી લગભગ 96 ટકા લોકોએ કોરોના રસીનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે 15+ વસ્તીમાંથી લગભગ 83 ટકા લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.

