- સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનો કેન્દ્રને વાયદો
- બન્ને થઈને દર મહિને 17.8 કરોડ વેક્સિનના ડોઝ બનાવશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના વધતા જતા કેસોને લઈને તબીબી સેવાઓનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યો દ્વારા કોરોનાની વેક્સિનની અછતનાં રિપોર્ટ વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકે આવનારા ચાર મહિના માટે તેમના ઉત્પાદન અઁગેની યોજના કેન્દ્ર સોંપી છે.
મળતી માહિતી પ્રમાણે કંપની સાથે જોડાયેલા સુત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ઓગસ્ટ સુધીમાં તેઓ તેમનું ઉત્પાદન વધારીને 10 કરોડ અને 7.8 કરોડ ડોઝ કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે બંને કંપનીઓ માટે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટેની તેમની પ્રોડક્શન યોજના માંગી હતી.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક સ્વદેશી રીતે વિકસિત કોવેક્સિનનું નિર્માણ કરી રહી છે અને પુના સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ બંને વેક્સિન હાલમાં કોરોના વાયરસ સામે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ વેક્સિનનો ઉપયોગ મોટો પ્રમાણમાં થી રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે ભારત બાયોટેકના પૂર્ણ-સમયના નિર્દેશક ડો.વી.કૃષ્ણ મોહને સરકારને કોવાક્સિનનું ઉત્પાદન જુલાઈમાં વધારીને 3.32 કરોડ અને ઓગસ્ટમાં 7.82 કરોડ સુદી વધારવાની જાણકારી આપી છે, આ સાથે જ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સરકારી અને નિયમનકારી બાબતોના નિયામક પ્રકાશ કુમારસિંહે પણ આ મામલે જણાવ્યું છે કે કોવિશિલ્ડનું ઉત્પાદન ઓગસ્ટ સુધીમાં વધારીને 1 કરોડ ડોઝ કરવામાં આવશે અને સપ્ટેમ્બરમાં આ જ સ્તર જાળવવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયને મોકલેલા પત્રમાં કંપનીએ વાયદો કર્યો છે કે,કોઈપણ સંજોગોમાં અમારા દ્રારા જણાવેલ વેક્સિનના ડોઝની માત્રા પૂરી કરવામાં આવશે. ઉપરાંત, અમે અમારી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કોવિશિલ્ડના તમામ સંસાધનોનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.,આજ રીતે ભારત બાયોટેક દ્રારા પણ કોવેક્સિનના ડોઝ જણાવ્યા પ્રામણે પુરા કરવાનો સરકારને વાયદજો કરવામાં આવ્યો છે.આ બન્ને કંપની થઈને 17.8 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે.