Site icon Revoi.in

બ્રિટનઃ આતંકી સંગઠન ISISમાં જોડાવા ભાગેલી યુવતીને ફરીથી નાગરિકતા આપવાનોનો યુકેનો ઈન્કાર

Social Share

નવી દિલ્હીઃ લંડનમાં જન્મેલી બાંગ્લાદેશી મૂળની શમીમા બેગમએ ફરીથી નાગરિકતા મેળવવા કરેલી અપીલ ફગાવી દેવામાં આવી છે. 15 વર્ષની ઉંમરે તે ISIS આતંકી સંગઠનમાં જોડાવા માટે ભાગી ગઈ હતી. બ્રિટિશ નાગરિકતા મેળવવા અને સીરિયામાંથી બ્રિટન પરત ફરવાની બીજી કાનૂની અપીલ ફગાવી દેવામાં આવી હતી. અગાઉ 2022માં સુપ્રીમ કોર્ટે તેમને બ્રિટન પાછા ફરતા રોકવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. અનેક કાનૂની લડાઈઓ પછી, બેગમ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સ્પેશિયલ ઈમિગ્રેશન અપીલ કમિશન (SIAC)માં હારી ગઈ અને પછી તેનો કેસ અપીલ કોર્ટમાં લઈ ગયો હતો. જો કે, ન્યાયાધીશોએ સર્વસંમતિથી સ્પેશિયલ ટ્રિબ્યુનલના નિર્ણય સાથે સંમત થયા હતા અને અપીલને ફગાવી દીધી હતી. લંડનમાં સજા સંભળાવતા ન્યાયાધીશ ડેમ સુ કારે કહ્યું હતું કે, “બેગમ કદાચ અન્ય લોકોના પ્રભાવ અને ચાલાકીમાં આવી હશે, પરંતુ તેમ છતાં તેણે સીરિયાની મુસાફરી કરીને ISIS સાથે જોડાણ કરવાનું નક્કી કર્યું હતું.

શમીમા બેગમ, જે ઉત્તર સીરિયામાં શરણાર્થી શિબિરમાં છે. તેણીની અપીલમાં બેરિસ્ટર સમન્થા નાઈટ્સ દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું, જેમણે દલીલ કરી હતી કે, સરકાર હેરફેરના સંભવિત પીડિતાની કાનૂની ફરજો ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી છે. યુકે હોમ ઓફિસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેસનું મુખ્ય ધ્યાન રાષ્ટ્રીય સુરક્ષાની આસપાસ હતું. બ્રિટિશ સરકારના મતે, બેગમ તેના વારસાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશી પાસપોર્ટ મેળવી શકે છે, પરંતુ તેના પરિવારે દલીલ કરી છે કે, તે બ્રિટિશર છે અને તેની પાસે ક્યારેય બાંગ્લાદેશી નાગરિકતા નથી.