Site icon Revoi.in

બુલંદશહેરઃ કોલેજના હોસ્ટેલમાં ગેસ સિલેન્ડર ફાટ્યો, 13 વ્યક્તિઓ દાઝ્યાં

Social Share

નવી દિલ્હીઃ બુલંદશહેરમાં રાજકીય પોલિટિક્રિક કોલેજની હોસ્ટેલમાં ગેસ સિલેન્ડર ફાટતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વિદ્યાર્થીઓ સહિત 13 વ્યક્તિઓ દાઝ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બુલંદશહેરના ડિબાઈ વિસ્તારમાં આવેલી કોલેજના હોસ્ટેલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ હોસ્ટેલના કિચનમાં રાખવામાં આવેલો ગેસ સિલેન્ડર ફાટતા થયો હતો. હોસ્ટેલના રસોડામાં થયેલા બ્લાસ્ટને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ વહીવટી તંત્ર અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.

ગેલ સિલેન્ડરમાં થયેલા બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં 13 વ્યક્તિઓને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઈજાગ્રસ્તોને અલીગઢ મેડિકલ સેન્ટરમાં ચારવાર ચાલી રહી છે. બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જામવા મળે છે. 5 કિલો ગેસ સિલેન્ડર ફાટતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

Exit mobile version