1. Home
  2. Tag "hostel"

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવતો હતો, વિસ્ફોટ થતાં તેની હાલત ગંભીર

લખનૌઃ અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની PCB હોસ્ટેલના રૂમ નંબર 68માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેના એક હાથનો પંજો ઉડી ગયો હતો અને તેની છાતીમાં બોમ્બના ટુકડા પણ વાગ્યા હતા. વિદ્યાર્થી પીસીબીના આ રૂમ પર કબજો કરી ગેરકાયદેસર રીતે રહેતો હતો. કર્નલગંજ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી […]

વડોદરાની M S યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે ધસારો, 2000 વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટીમાં બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. તેના લીધે યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ માટે પડાપડી થઈ છે. આ વખતે એફવાયના 1100 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે. ગત વખતે 1700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. કોરોનાકાળના પગલે જગ્યાઓ ખાલી હોવાથી ગત વર્ષે વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. આ વખતે હોસ્ટેલની ક્ષમતા […]

સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓએ કૂલપતિના બંગલે કર્યો સૂત્રોચ્ચાર

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગિરનાર સહિત હોસ્ટેલો બહારગામના અનેક વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. હોસ્ટેલમાં પ્રાશમિક સુવિધાના અભાવને લીધે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જેમાં યોગ્યરીતે સફાઈ થતી ન હોવાથી ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. પીવાના પાણી સહિત નાના-મોટા 16 જેટલાં પ્રશ્નોના ઉકેલ માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કુલપતિના નિવાસસ્થાન બહાર સૂત્રોચ્ચાર કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની […]

અમદાવાદના સિવિલના કેમ્પસમાં તબીબી વિદ્યાર્થિનીઓ માટે 8 માળની હોસ્ટેલ બનાવાશે

અમદાવાદઃ શહેરના બીજે મેડિકલ કોલેજના અને સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા તબીબી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના મામલે મુશ્કેલી વેઠી રહ્યા છે. આખરે તબીબી વિદ્યાર્થી માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.51 કરોડના ખર્ચે એકસાથે 528 વિદ્યાર્થિનીની રહેવા અને જમવાની સુવિધા સાથેની 8 માળની અત્યાધુનિક ગર્લ્સ હોસ્ટેલ બનાવાશે. ગર્લ્સ હોસ્ટેલના દરેક બ્લોકમાં 66 વિદ્યાર્થિઓ રહી શકે તેમ જ લાઇબ્રેરીથી ડાઇનિંગ હોલ […]

એમ.એસ.યુનિવર્સિટીમાં બહારગામના 3000 છાત્રોનો પ્રવેશ પણ હોસ્ટેલમાં જગ્યા 1400ને જ મળશે

વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે બહારના વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ હોય છે. એટલે કે સ્થાનિક કરતા બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. પરંતુ યુનિ. પાસે હોસ્ટેલની પુરી સુવિધા જ નથી. તેથી બહારગામના વિદ્યાર્થીઓને નાછૂટકે પીજીમાં કે મકાન ભાડે રાખીને રહેવાની ફરજ પડી રહી છે. યુનિ.માં 3000થી વધુ બહારગામના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. […]

લો બોલો, ભોપાલની હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરનારા વિદ્યાર્થીઓ સામે શૈક્ષણિક સંસ્થાએ કરી કાર્યવાહી

મુંબઈઃ ભોપાલમાં આવેલા એક ઈન્સ્ટિટ્યુટ ખાતે બીટેકના 20 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરી હતી. જેની સામે શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 7 વિદ્યાર્થીઓને રૂ. પાંચ-પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સીએમ શિવરાજસિંહ સરકાર સમક્ષ પહોંચતા તેની ગંભીર નોંધ લીધી હતી. તેમજ શૈક્ષણિક સંસ્થાને દંડ ન લેવા […]

ગુજરાતઃ GIDCમાં કામ કરતા શ્રમયોગીઓના રહેવાની સુવિધા પુરી પડાશે, શ્રમનિકેતન-હોસ્ટેલ ઉભી કરાશે

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં  મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા […]

બુલંદશહેરઃ કોલેજના હોસ્ટેલમાં ગેસ સિલેન્ડર ફાટ્યો, 13 વ્યક્તિઓ દાઝ્યાં

નવી દિલ્હીઃ બુલંદશહેરમાં રાજકીય પોલિટિક્રિક કોલેજની હોસ્ટેલમાં ગેસ સિલેન્ડર ફાટતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વિદ્યાર્થીઓ સહિત 13 વ્યક્તિઓ દાઝ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુલંદશહેરના ડિબાઈ વિસ્તારમાં આવેલી કોલેજના હોસ્ટેલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ હોસ્ટેલના કિચનમાં રાખવામાં આવેલો ગેસ સિલેન્ડર ફાટતા થયો હતો. હોસ્ટેલના રસોડામાં થયેલા બ્લાસ્ટને પગલે […]

બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલ બનાવવાની ખાતરી અપાતા હડતાળ સમેટાઈ

અમદાવાદઃ શહેરની બી.જે. મેડિકલની કોલેજની જજર્રિત બની ગયેલી હોસ્ટેલના મામલે વિદ્યાર્થીઓ ઘણા સમયથી લડત આપી રહ્યા છે. જેમાં હોસ્પિટલના અને કોલેજના સત્તાધિશોએ ગર્લ્સ હોસ્ટેલના જર્જરીત સી બ્લોકના પાછળના ભાગે નવી બિલ્ડિંગ બનાવાની ખાતરી આપી અને અને વૈકલ્પિક વ્યવસ્થા કરાતાં તબીબી વિદ્યાર્થીઓએ રાત્રે હડતાળ પાછી ખેંચી હોવાનું બી.જે. મેડિકલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code