Site icon Revoi.in

બુલેટ ટ્રેનથી જવાશે દિલ્હીથી અમદાવાદ,ક્યાં-ક્યાં હશે સ્ટેશન, સમજો આખો પ્લાન અને રુટ

Social Share

નવી દિલ્હી: ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દેશના ચારેય ક્ષેત્રો પૂર્વ, ઉત્તર અને દક્ષિણ માટે બુલેટ ટ્રેન ચલાવવાનો વાયદો કર્યો છે. હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેના સિવાય રેલવે હવે દિલ્હીથી અમદાવાદની બુલેટ ટ્રેન ચલાવવાનો પ્લાન પણ તૈયાર કરી રહ્યું છે. આ ગુજરાતની બીજી હાઈસ્પીડ ટ્રેન હશે. આ બુલેટ ટ્રેન ચલાવવાથી દિલ્હીથી અમદાવાદનું અંતર બેહદ ઓછું થઈ જશે અને લોકો માત્ર 3.5 કલાકમાં જ રાજધાનીથી અમદાવાદ પહોંચી શકાશે. હાલ આ સફર 12 કલાકનો છે.

આ બુલેટ યોજના માટે રેલવે ડીપીઆર એટલે કે વિસ્તૃત યોજના રિપોર્ટ તૈયાર કરી લીધો છે. તેના હેઠળ જે નિર્ણય થયો છે, તેના પ્રમાણે અમદાવાદથી દિલ્હી વચ્ચે કુલ 11 સ્ટેશન હશે. આ ટ્રેન અમદાવાદથી રવાન થશે અને 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફર પૂર્ણ કરીને સૌથી પહેલા હિંમતનગર આવશે. તેના પછી ઉદયપુર, ભીલવાડા, ચિત્તૌડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, રેવાડી અને માનસેર આવશે. માનસેર બાદ બુલેટ ટ્રેન સીધી દિલ્હી આવશે. હકીકતમાં આ યોજના ભારત સરકારના એ પ્લાનનો ભાગ છે, જેના હેઠળ દેશના ચારેય ખૂણાને બુલેટ ટ્રેનથી કનેક્ટ કરવામાં આવશે.

ભારત સરકારનું માનવું છે કે તેનાથી પર્યટનમાં વધારો થશે. આ બુલેટ ટ્રેન માટે અમદાવાદથી દિલ્હી વચ્ચે ખાસ એલિવેટેડ કોરિડોર બનાવાશે. જેનાથી પ્રવાસીોના 9 કલાક બચશે અને સફર પણ સુગમ થશે. જો કે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. રેલવે સૂત્રો મુજબ, બુલેટ ટ્રેનના આ રુટ માટે જમીન સંપાદન ઓછામાં ઓછું કરવામાં આવશે. તેનું કારણ એ છે કે દિલ્હીથી અમદાવાદ વચ્ચે હાલ રુટ પર જ તેને ચલાવવામાં આવશે અને અલગથી બાજુમાં જ ટ્રેક બિછાવાશે. આવું થવાને કારણે વધારે જમીન સંપાદનની જરૂર રહેશે નહીં.

રેલવેની જે જમીન છે, તેનો ઉપયોગ થશે અને થોડી વધારાની જમીનનું સંપાદન કરવું પડશે. આ બુલેટ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશન પરથી ઉપડશે અને દિલ્હી પહોંચતા પહેલા રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાંથી પસાર થશે. આ પ્રકારે અમદાવાદથી દિલ્હી માટે બુલેટ ટ્રેન ચાલવાથી રાજસ્થાન અને હરિયાણાનો પ્રવાસ સરળ થઈ જશે. મહત્વપૂર્ણ છે કે રેલવે પ્રમાણે અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન 2026થી ચાલવાની શક્યતા છે.