Site icon Revoi.in

આજે સરકાર PF પરના વ્યાજદરોને લઇને નિર્ણય લેશે

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આજે દેશના 6 કરોડ નોકરીયાત વર્ગ માટે મોટો નિર્ણય લેવા જઇ રહી છે. PF પર મળનારા વ્યાજદરોની આજે ઘોષણા કરવામાં આવશે. લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહેલા કર્મચારીઓને માહિતી મળી જશે કે વ્યાજદરોમાં વધારો કે ઘટાડો કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે શ્રીનગરમાં EPFOની સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક મળશે. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળનારા વ્યાજદરોની ઘોષણા થઇ શકે છે. જો કે આ વર્ષે EPFOના સબ્સક્રાઇબર્સને આંચકો લાગી શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે મળનારા પીએમ વ્યાજ દરોમાં સરકાર કાપ મૂકી શકે છે. નોંધનીય છે કે વર્ષ 2019-20 માટે વ્યાજ દરો 8.5 ટકા હતા. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે દેશની આર્થિક સ્થિતિમાં ઘટાડાને જોવા મળી છે તો આ વખતે સરકાર વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 2019-20 માટે PF પર મળનારા વ્યાજ દર 2012-13 બાદ આ સૌથી નીચલું સ્તર છે. 2018-19માં EPFOએ સબ્સક્રાઇબર્સને 8.65 ટકાના વ્યાજ દરથી ચૂકવણી કરી હતી.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રત્યેક નાણાકીય વર્ષ માટે પીએફ રકમ પર વ્યાજ દરની ઘોષણા કરે છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ દરોની ઘોષણા કરતાં બોર્ડે કહ્યું હતું કે તે 31 માર્ચે સમાપ્ત નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજની ચૂકવણી કરશે. પહેલા હપ્તામાં 8.15 ટકા ડેટ ઇન્વેસ્ટમેન્ટ (Debt Instrument)થી અને બીજા હપ્તામાં 0.35 ટકા વ્યાજની ચૂકવણી ઇક્વિટી (Equity)થી કરવામાં આવશે.

(સંકેત)