Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો માટે મહત્વના સમાચાર,સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લઇને લઇ શકે છે નિર્ણય

Social Share

નવી દિલ્હી: વિદેશ બાદ હવે ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સી પ્રત્યે લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. લોકો અત્યારે શાઇબુ ઇનુ, બિટકોઇન, સોલાણા સહિતના ક્રિપ્ટોમાં રોકાણ તરફ વળ્યા છે. ભારતમાં પણ મોટા પાયે હવે ક્રિપ્ટોમાં રોકાણ થઇ રહ્યું છે. જો કે હજુ સુધી ભારતમાં તેને કાયદેસરની મુદ્રા કે કોઇન તરીકે કોઇ માન્યતા અપાઇ નથી.

જો કે સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન તેના પર નિર્ણય લેવાઇ શકે છે. દેશમાં ટ્રેડિંગ અને રોકાણનું પ્રમાણ જોતા ક્રિપ્ટો એસેટ્સ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવામાં નથી આવી રહ્યો. પરંતુ અનિયમિત આભાસી મુદ્રાઓને કાયદેસર ટેન્ડર પણ નથી મનાઇ રહી. સરકાર હવે આ મામલે કોઇ વચગાળાનો નિર્ણય લઇ શકે છે.

થોડાક સમય પહેલા જ નાણા મંત્રાલય સહિત નીતિ નિર્માતાઓએ અન્ય દેશો દ્વારા અપનાવાયેલા નિયમો, ઉદ્યોગોમાં ભારતીયો દ્વારા કરવામાં આવેલા રોકાણ અને આ માનલા પર ભારતીય રિઝર્વ બેંકના વિચારોના વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આવી સંપત્તિની લેવડદેવડ પર ટેક્સ પર વધુ એક પ્રસ્તુતિકરણ કરાશે. કાયદાની તપાસ કરાશે અને ફરી મામલે કેબિનેટમાં મોકલાશે.

નિયમોને એવી રીતે ઘડવામાં આવી રહ્યા છે કે તેમને અસરકારક રીતે અમલીકરણ થાય અને ડિજીટલ સ્પેસમાં ટેકનિકલ સંજ્ઞાનમાં લઇ શકાય.

પહેલા બજેટ સત્ર માટે સરકારે ક્રિપ્ટોકરન્સી અને સત્તાવાર ડિજીટલ મુદ્રાના રેગ્યુલેશન બિલ 2021ના યાદી બદ્વ કર્યા હતા. પરંતુ આને માટે મોટી ભલામણ માટે રજૂ નથી કરવામાં આવ્યા. હવે આ મુદ્દાઓના મુસદ્દાના નિયમોના વિશ્લેષણ કરવા માટે એક મંત્રી સ્તરીય પેનલનું ગઠન કરવામાં આવ્યુ હતું.