Site icon Revoi.in

કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર, આ તારીખે ખાતામાં DA, DR થશે જમા

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે સારા સમાચાર છે. તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના પૈસા જમા થવાની સંભાવના છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, 26 જૂનના રોજ નેશનલ કાઉન્સિલ ઑફ જીસીએમ, ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેઇનિંગના અધિકારીઓ તેમજ નાણા મંત્રાલય સાથે બેઠક થવાની છે. આ બેઠક 8 મેના દિવસે થવાની હતી પરંતુ કોરોનાને કારણે મીટિંગ ટાળી દેવાઇ હતી. નેશનલ કાઉન્સિલ ઑફ જેસીએમના શિવા મિશ્રા અનુસાર, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રીય કર્મચારીઓના 7માં પગાર પંચ ડીઆરનો લાભ આપવા સંબંધિત છે.

કેબિનેટ સેક્રેટરી તેમજ નાણા મંત્રાલયનું વલણ સકારાત્મક છે. કારણ કે આ 1.2 કરોડ કેન્દ્રીય કર્મીઓ તેમજ પેન્શનર્સ સાથે સંબંધિત મુદ્દો છે. કેન્દ્ર સરકાર 1 જુલાઇથી ડીએ વધારાની સાથે સાથે એરિયર પણ ચૂકવે તેવી સંભાવના છે.

બીજી તરફ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એપ્રેઝલ વિન્ડો શરૂ કરી છે. એપ્રેઝલ વિન્ડો 30 જૂન સુધી ખુલ્લી રહેશે. 30 તારીખ સુધીમાં તમામ કર્મચારીઓએ પોતાનું સ્વ આકારણી ફોર્મ ભરીને સમયસર જમા કરાવી દેવું પડશે. અપ્રેઝલનું કામ એન્યુઅલ પર્ફોમન્સ અસેસમેન્ટ રિપોર્ટ હેઠળ કરાશે.

નોંધનીય છે કે, કેન્દ્રીય કર્મીઓના વેતનમાં 1 જુલાઇથી વધારો થઇ શકે છે. હાલમાં કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાય છે. જુલાઇથી મોંઘવારી ભથ્થુ 11 ટકાથી વધીને 28 ટકા થવાની ધારણા છે તેનાથી તેમના પગારમાં મોટો વધારો થઇ શકે છે.