Site icon Revoi.in

બેંકોની ગ્રાહકોને ચેતવણી – આ સૂચનાનું પાલન કરી કરે તો થશે કાર્યવાહી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સરકારે આપેલી રાહતનો ફાયદો ઉઠાવીને કેટલાક ખાતાધારકો મનફાવે તેમ પોતાની મરજી મુજબ આર્થિક વ્યવહારો કરી રહ્યાં હતાં. જો કે, હવે બેંકોએ આ મામલાને ગંભીરતાથી લઇને ગ્રાહકોને સૂચના આપી દીધી છે. હવે ખાતાધારકોને ચેતવણી અપાઇ છે કે કોઇપણ પ્રકારના ખોટા કે બેનામી આર્થિક વ્યવહારો સાંખી નહીં લેવાય. તે ઉપરાંત ખાતાધારકોને બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં વેપાર ના કરવા પણ બેંકોએ ગ્રાહકોને સલાહ આપી છે.

ગ્રાહકોને એવી પણ ચેતવણી અપાઇ છે કે, જો તેઓ આ સલાહનું પાલન નહીં કરે તો તેમના કાર્ડ્સ રદ થઇ શકે છે. HDFC બેંકે ઇ-મેઇલમાં જણાવ્યું છે કે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની માર્ગદર્શિકા હેઠળ વર્ચ્યુઅલ કરન્સી સાથે સંકળાયેલા વ્યવહારોની મંજૂરી નથી. તે એપ્રિલ 2018માં રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા એક પરિપત્રને ટાંકવામાં આવ્યો છે.

પરિપત્રમાં બેન્કોને આવા વ્યવહાર અંગે જાગ્રત રહેવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બેન્કોએ તેમના ગ્રાહકોના ખાતામાંથી આવા વ્યવહારોની દેખરેખ રાખવી જોઈએ.

વિશ્વમાં અનેક જગ્યાએ બિટકોઇનનું ચલણ છે પરંતુ ભારતમાં બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ છે ત્યારે દેશની ઘણી બેંકોએ ગ્રાહકોને બિટકોઇન્સમાં ટ્રાન્ઝેક્શન ના કરવાની ચેતવણી આપી છે. SBI અને HDFC બેંકે પોતાના ગ્રાહકોને ઇમેઇલ મોકલ્યા છે. કેટલાક ચોક્કસ ગ્રાહકોને મેઇલ મોકલવામાં આવ્યા છે જેમાં ક્રિપ્ટોકરન્સીથી સંબંધિત તેમના વ્યવહાર વિશે પૂછવામાં આવ્યું છે.

ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા જોખમોને લઇને SBIએ ગ્રાહકોને અવગત કર્યા છે. SBIએ ઇ-મેલમાં ચેતવણી આપી છે કે, વર્ચુયઅલ ચલણ પ્લેટફોર્મ પરના વ્યવહાર માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમારું ક્રેડિટ કાર્ડ રદ થઇ શકે છે.