Site icon Revoi.in

ઇ-વ્હીકલ માર્કેટમાં આવશે તેજી, વર્ષ 2022માં સૌથી વધુ ઇ-વ્હીકલનું વેચાણ થવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇ-વ્હીકલના નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ચાલુ વર્ષે ભારતમાં ઇ-વ્હીકલનું વેચાણ 10 લાખ યુનિટને સ્પર્શી જવાની સંભાવના છે. જે છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ હશે. સોસાયટી ઑફ મેન્યુફેક્ચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સે આ જાણકારી આપી છે.

દેશમાં વર્ષ 2021 દરમિયાન બેટરીથી સંચાલિત દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ 2,33,971 યુનિટ થયું છે જ્યારે વર્ષ 2020માં 1,00,736 યુનિટ ઇ-વ્હીકલ વેચાયા હતા.

હાઇ-સ્પીડ ઇલે. ટ-વ્હિલર્સ જેની ગતિ પ્રતિ કલાક 25 કિમી છે અને તેના માટે લાઇસન્સની જરૂર પડે છે તેનું વેચાણ વર્ષ 2021માં 425 ટકાની જંગી વૃદ્ધિમાં 1,42,829 યુનિટ છે જ્યારે વર્ષ 2020માં તેના 27,206 યુનિટ વેચાયા હતા. તો પ્રતિ કલાક 25 કિમીથી ઓછી સ્પીડવાળા ઇલે. ટુ-વ્હિલર્સનું વેચાણ 24 ટકાની વૃદ્ધિમાં 91,142 યુનિટ છે.

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ મામલે પાછલા કેટલાંક મહિનાઓ ઘણા પ્રોત્સાહક રહ્યા છે. વિતેલા 15 વર્ષમાં કુલ મળીને દેશમાં 10 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર, થ્રી-વ્હિકલ, ઇળેક્ટ્રિક કાર અને ઇ-બસોનું વેચાણ થયુ છે. હવે અમને છેલ્લા 15 વર્ષમાં જેટલા બેટરી સંચાલિત ઇલે. વ્હિકલનું વેચાણ થયુ છે તેટલું વેચાણ એકલા 2022માં થવાની અપેક્ષા છે.