Site icon Revoi.in

દેશનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું, હવે ઘટીને 64.1 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું

Social Share

નવી દિલ્હી: ભારતીય વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે તેમાં ઘટાડો થતા વિદેશી હૂંડિયામણ અનામત 90.08 કરોડ ડોલરથી ઘટીને 640.01 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે.

RBIના રિપોર્ટ અનુસાર ખાસ કરીને ફોરેન કરન્સી એસેટમાં ઘટાડાને કારણે વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો નોંધાયો છે.

અગાઉના સપ્તાહની વાત કરીએ તો 15મી ઑક્ટોબરના સપ્તાહે 1.492 અબજ ડોલરના વધારા સાથે 641.008 અબજ ડોલરના લેવલે પહોંચ્યું હતું. તે અગાઉના 8મી ઑક્ટોબરના સપ્તાહે રિઝર્વ 2.039 અબજ ડૉલરના વધારા સાથે 639.516 અબજ ડોલર થયું હતું.

3જી સપ્ટેમ્બરના સપ્તાહે ફોરેન એક્સચેન્જ રીઝર્વમાં 8.895 અબજ ડોલરનો રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો અને કુલ રીઝર્વ 642.453 અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતુ.  કુલ અનામત ભંડોળમાં વધારાનું કારણ એફસીએ છે. આ રીપોર્ટિંગ સપ્તાહે ફોરેન કરન્સી એસેટ(FCAs) 85.30 કરોડ ડોલર ઘટીને 577.098 અબજ ડોલર થયું છે.

ગોલ્ડ રીઝર્વ પણ 13.8 કરોડ ડોલરના ઘટાડે 38.441 અબજ ડોલર થયું છે.  આરબીઆઈ રીપોર્ટ અનુસાર IMF પાસે રહેલ SDR 7.40 કરોડ ડોલર વધીને 19.321 અબજ ડોલર રહ્યું છે. આ સિવાય આઈએમએફ કુલ રીઝર્વ 1 કરોડ ડોલરના વધારે 5.240 અબજ ડોલર થયું છે.