Site icon Revoi.in

એલર્ટ! આ તારીખથી બંધ થઇ જશે બેંકની આ સેવા, જલ્દીથી કરો આ કામ

Social Share

નવી દિલ્હી: જો તમે પણ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે ખાસ ન્યૂઝ છે. 21 એપ્રિલ 2021થી પહેલા કાર્ડ શિલ્ડ એપ્લિકેશનને અપડેટ કરવાની બેંકે ગ્રાહકોને અપીલ કરી છે.

જો ગ્રાહક આ અપડેટ નહીં કરે તો 22 માર્ચથી આ કાર્ડ નિષ્ક્રીય થઇ શકે છે. બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ વાતની જાણકારી આપી હતી.

બેંક અનુસાર, બેંકના ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર મોનિટરિગં અને કંટ્રોલની સુવિધા મળે છે. બેંકે હવે આ સર્વિસને BOI મોબાઇલ એપ અને ઇન્ટરનેટ બેંકિંગ સાથે ઇન્ટિગ્રેટ કરી છે. માટે ગ્રાહક હવે બેંક અને મોબાઇલ એપનો ઉપયોગ કરે.

કાર્ડ શિલ્ડની ખાસિયત વિશે વાત કરીએ તો કાર્ડ શિલ્ડ દ્વારા યૂઝર્ પોતાના કાર્ડ પર સંપૂર્ણ નિયમન રાખી શકે છે. તેનાથી યૂઝર્સને જાણ રહે છે કે તે ડેબિટ કાર્ડ ક્યાં, કેવી રીતે અને કેટલું વાપરશે. જો કોઇ યૂઝર્સનું કાર્ડ મિસપ્લેસ થઇ જાય છે તો તે બેંક એપની મદદથી કાર્ડને ઑફ કરી શકે છે. ઑનલાઇન ટ્રાંઝેક્શન થવા પર ગ્રાહકોને નોટિફિકેશન પ્રાપ્ત થશે. આ કાર્ડની લિમિટ પણ નક્કી કરાશે.

(સંકેત)