Site icon Revoi.in

LIC આ વર્ષે શેરબજારમાં કુલ 5 લાખ કરોડથી વધુ રોકાણ કરશે

Social Share

નવી દિલ્હી: આ વર્ષે માર્કેટમાં અનેક IPO આવી રહ્યા છે તેમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો આઇપીઓ પણ સામેલ છે. LICએ ભારતીય શેરબજારમાં સૌથી મોટું સંસ્થાકીય રોકાણકાર છે અને સતત ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ વધારી છે. LICના ચેરમેન અનુસાર નાણાકીય વર્ષ 2021ના અંત સુધીમાં LICનું મૂડીબજારમાં કુલ રોકાણ 5 લાખ કરોડ રૂપિયાની સીમાને વટાવી જશે. જે સરકારી માલિકીની સૌથી મોટી વીમા કંપનીના મૂડીરોકાણનું ઓલટાઇમ હાઇ ઇન્વેસ્ટમેન્ટ હશે.

31 જાન્યુઆરી 2021 સુધી LICએ કુલ 4,44,919 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ રાખ્યું હતું જે વાર્ષિક તુલનાએ 14.2 ટકા વધારે હતું. તેમાં ડેટ અને ઇક્વિટી બંનેમાં કરેલ મૂડીરોકાણ સામેલ છે. આ રોકાણમાં ઇક્વિટીની હિસ્સેદારી અંદાજે 72,000 કરોડ રૂપિયાની આસપાસ છે.

પાછલા વર્ષે સમાન સમયગાળામાં LICએ 3,89,552 કરોડ રૂપિયાનું કુલ મૂડીરોકાણ કર્યુ હતુ. ચેરમેને જણાવ્યુ કે, નાણાંકીય વર્ષ 2020માં LICએ 4.38 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યુ હતુ અને ચાલુ વર્ષે એટલે કે નાણાંકીય વર્ષ 2021માં LICનું મૂડીરોકાણ 5 લાખ કરોડ રૂપિયાની સપાટીને વટાવી જશે.

નોંધનિય છે કે, આગામી ઓક્ટોબરની આસપાસ LICનો પબ્લિક ઇશ્યૂ આવનાર છે. LICએ દેશની સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર કંપની છે. તે ઇક્વિટી અને ડેટ માર્કેટમાં મોટી ભૂમિકા ભજવે છે. LIC દ્વારા શેરની ખરીદી અને વેચાણથી સ્ટોક માર્કેટનુ સેન્ટિમેન્ટ પ્રભાવિત થતુ રહે છે.

નાણાંકીય વર્ષ 2020માં LICએ પોતાના ઇક્વિટી મૂડીરોકાણમાંથી 18,371.47 કરોડ રૂપિયાનું પ્રોફિટ બુકિંગ કર્યુ હતુ. તેણે ગત નાણાંકીય વર્ષ 2020માં 61,590 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી. એનો અર્થ છે કે LICએ પાછલા વર્ષનો રેકોર્ડ ચાલુ નાણાંકીય વર્ષના બે મહિના પહેલા જ પૂરો કરી લીધો છે.

(સંકેત)