Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે પણ ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સપાટીએ, 590.02 અબજ ડોલરે પહોંચ્યું

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ થઇ રહી છે અને હાલમાં તે વૃદ્વિ સાથે ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી ગયું છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર 14મેના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂંડિયામણ 56.3 અબજ ડોલર વધીને 590.02 અબજ ડોલરે પહોંચ્યું છે. જ્યારે અગાઉના સપ્તાહ દરમિયાન તે 1.449 અબજ ડોલર વધીને 589.46 અબજ ડોલર થયું હતું.

ભારતનું ફોરેક્સ રિઝર્વ 29, જાન્યુઆરી, 2021ના રોજ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યુ હતુ.

રિઝર્વ બેન્કના આંકડા અનુસાર ફોરેન કરન્સી એસેટ્સ 37.7 અબજ ડોલર વધીને 546.87 અબજ ડોલર થયુ છે. ડોલર ઉપરાંતની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ FCA પર પડે છે. ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારો છે જે સમગ્ર વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે.

ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

ભારતનું ગોલ્ડ રિઝર્વ 17.4 અબજ ડોલર વધીને 36.65 અબજ ડોલર થયુ છે. તો ઇન્ટરનેશનલ મોનેટરિગ ફંડ (આઇએમએફ)માં ભારતનાં સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 70 લાખ ડોલર વધીને 20 લાખ ડોલર થયા છે. તો ભારતની રિઝર્વ પોઝિશન 1 કરોડ ડોલર વધીને 4.99 અબજ ડોલર થઇ છે.