Site icon Revoi.in

ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ, હવે 586 અબજ ડોલરની નવી ઐતિહાસિક ઉંચાઇએ

Social Share

નવી દિલ્હી: ભારતનું વિદેશી હૂંડિયામણ નવા કેલેન્ડર વર્ષ 2021માં સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, 8મી જાન્યુઆરી, 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 75.8 કરોડ ડોલર વધીને 586.08 અબજ ડોલરની નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે તેની અગાઉ 1લી જાન્યુઆરી 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 4.48 અબજ ડોલર વધ્યું હતું અને તે 585.32 અબજ ડોલર થયું હતું.

ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ એફસીએ પર પડે છે. સમિક્ષાધીન સમયગાળામાં ભારતના વિદેશી હૂંડિયામણમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચવાનું મુખ્ય કારણ ફોરેક્સ કરન્સી એસેટ્સમાં વધારો છે, જે કુલ ફોરેક્સ રિઝર્વમાં સૌથી વધારે યોગદાન આપે છે.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ સમિક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 15 કરોડ ડોલર વધીને 541.79 અબજ ડોલર નોંધાયુ છે.

તો સમિક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 56.8 કરોડ ડોલર વધીને  37.59 અબજ ડોલર થયુ હતુ. તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતનું સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 50 લાખ ડોલર વધીને 1.51 અબજ ડોલર થયુ હતું.

(સંકેત)