Site icon Revoi.in

નવા વર્ષમાં ભારત જીડીપીમાં ફ્રાંસને પણ પછાડશે, બ્રિટનને પણ આપશે મ્હાત

Social Share

નવી દિલ્હી: કોવિડ મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની વિકાસની ગતિને બ્રેક લાગી હતી પરંતુ હવે ભારતીય અર્થવ્યવસ્થા ફરીથી રફ્તાર પકડવા લાગી છે. ભારત જલ્દી જ ફ્રાંસ અને બ્રિટનને મ્હાત આપીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર, ફ્રાંસ નવા વર્ષમાં જ્યારે બ્રિટન 2003માં ભારતથી પાછળ છૂટી જશે.

જીડીપીના મામલે ભારતે ફ્રાંસ અને બ્રિટનને પછાડીને જીડીપીના કેસ ટોપ ફાઇવમાં સ્થાન હાંસલ કર્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતનું અર્થતંત્ર ફરીથી રફ્તાર પકડી રહ્યું છે. કોવિડ રોગચાળાની ચપેટમાં આવ્યા પહેલા ભારતે ફ્રાંસ અને બ્રિટનને પણ પાછળ છોડી દીધુ હતું. જો કે બાદમાં મહામારીના કારણે ઇન્ડિયન ઇકોનોમીના ગ્રોથ પર ના માત્ર બ્રેગ લાગશે, પરંતુ જીડીપી ગ્રોથ રેટ ઝીરોથી નીચે ચાલ્યો ગયો.

નોંધનીય છે કે, અત્યારે ભારત, બ્રિટન અને ફ્રાંસ ત્રણેય જ ત્રણ ટ્રિલિયન ડોલરથી ઓછી જ ઈકોનોમી છે. ફ્રાંસની સાથે ભારતનુ અંતર ઘણુ ઓછુ છે અને બંને 2.7 ટ્રિલિયન ડોલરથી પાછળ છે, જ્યારે બ્રિટનની જીડીપી 2.7 ટ્રિલિયન કરતા વધારે છે. આગામી વર્ષે ભારતની ઈકોનોમીની સાઈઝ ત્રણ ટ્રિલિયન ડોલરની ઘણી નજીક પહોંચાડવાનુ અનુમાન છે જ્યારે બ્રિટન આ લેવલને પાર નીકળી શકે છે તેવી સંભાવના છે.