Site icon Revoi.in

CII વાર્ષિક સભા: PM મોદીએ કહ્યું – ભારતનું ફોરેક્સ રિઝર્વ આજે ઐતિહાસિક સ્તરે છે

Social Share

નવી દિલ્હી: CIIની વાર્ષિક સભા PM મોદીએ સંબોધિત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. જે કાઇ વિદેશી છે તે સારું છે એવી એક માન્યતા હતી. પરંતુ આ માન્યતા તમે ઉદ્યોગપતિ સારી રીતે જાણો છો. આપણી બ્રાન્ડ વર્ષોથી ઉભી કરી હતી તે પણ વિદેશી બ્રાન્ડથી ઓળખાતી હતી. હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. કંપની ભારતીય હોય કે નહીં પણ લોકો ભારતમાં બનેલી વસ્તુનો ઉપયોગ કરે છે. આત્મનિર્ભર ભારત માટે તે મદદરૂપ થશે.

ભારતીયોનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે જે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી પ્રતિત થાય છે. યુવાવર્ગ જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે મહેનત કરીને જોખમ લેવા માંગે છે અને પરિણામ લેવા માટે કટિબદ્વ છે.

વડાપ્રધાને કહ્યુ કે ભૂતકાળની ભૂલોને સુધારીને કેટલાક ટ્રીબ્યુનલ રદ કર્યા જેનાથી ઉદ્યોગ અને સરકાર વચ્ચે વિશ્વાસનુ વાતાવરણ સર્જાશે. જીએસટી મુદ્દે સરકારે અનેક પગલા ભર્યા. જેનુ પરિણામ સામે છે. આજે તમારી સામે સરકાર છે જે અવરોધ દૂર કરી રહી છે. ભારતીય ઉદ્યોગજગતની તાકાત વધારવા હવે શુ કરવાનુ છે તેમ સરકાર પુછી રહી છે. ઉદ્યોગ માટે જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યાં છે.

કોરોના જેવા સંકટકાળમાં પણ આપણા ઉદ્યોગોએ અર્થતંત્રને ધબકતું રાખ્યું છે. માત્ર એક જ પૈડા ઉપર ગાડી ના ચાલે તમામ પૈડા પર જ ચાલે. તેથી ઉદ્યોગોએ પણ થોડુ જોખમ ઉઠાવવાની નેમ લેવી પડશે. રોજગારની ગતિ વધારવી આવશ્યક છે અને રોકાણ માટે પણ જરૂરી છે. નવી PSU પોલીસી હેઠળ અનેક નિર્ણયો લેવાયા છે.