Site icon Revoi.in

ડોલરની મજબૂતીની અસર, ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો

Social Share

નવી દિલ્હી: દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો થયો છે. ડોલરની મજબૂતિ અને અન્ય કારણોસર દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો થયો છે. ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. આપને જણાવી દઇએ કે સતત છઠ્ઠા સપ્તાહે ફોરેક્સ રિઝર્વ ઘટીને 633.614 અબજ ડોલર થઇ છે.

RBIના આંકડા અનુસાર, 24 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 58.7 કરોડ ડોલર ઘટીને 635.08 અબજ ડોલર થયું હતું. 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ અનામત 642.453 અબજ ડોલરની રેકોર્ડ ઉચ્ચત્તમ સપાટીએ પહોંચ્યું હતું.

બીજી તરફ 31 ડિસેમ્બરે પૂરા થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતો (FCA)માં ઘટાડો છે, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. આરબીઆઈના ડેટા અનુસાર સપ્તાહ દરમિયાન એફસીએ 1.48 અબજ ડોલર ઘટીને 569.889 અબજ ડોલર થયા છે.

નોંધનીય છેક, ફોરેન કરન્સી એસેટ, જે કુલ રીઝર્વમાં નોંધપાત્ર ભાગ ધરાવે છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના ઘસારાની અસર પણ એફસીએ પર પડે છે.

મહત્વનું છે કે, આ સપ્તાહે સોનાના ભંડારનું મૂલ્ય 1.4 કરોડ ડોલર વધીને 39.405 અબજ ડોલર થયું હતું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રહેલ સ્પેશ્યલ ડ્રોઇંગ રાઇટ્સ સમીક્ષા હેઠળના સપ્તાહમાં 19.114 અબજ ડોલર પર યથાવત રહ્યા હતા.