Site icon Revoi.in

કોરોના મહામારીથી વેપાર-ધંધા નુકશાનમાં, છેલ્લા 45 દિવસમાં સ્થાનિક વેપારને 12 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે અને તેને કારણે ખાસ કરીને દેશના વેપાર-ધંધા ફરીથી આર્થિક ભીંસમાં મૂકાયા છે. કોરોના મહામારીને કારણે છેલ્લા 45 દિવસમાં ભારતના સ્થાનિક વેપારને 12 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે, જે મોટું નુકશાન માનવામાં આવે છે. તે ઉપરાંત લોકડાઉન જ્યારે પૂર્ણ થશે ત્યારે આર્થીક ભીંસમાંથી બહાર આવતા વેપારીઓને વધુ સમય લાગશે તેવી ચિંતા કૈટના અધિકારીઓએ વ્યક્ત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કૈટના મુંબઇ મહાનગર અધ્યક્ષ અનુસાર, 12 લાખ કરોડના વ્યાપારિક નુકશાનમાં રિટેલ વેપારને આશરે 7.50 લાખ તો જથ્થાબંધ માર્કેટને 4.50 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

ક્યાં રાજ્યને કેટલું નુકશાન

અનેક રાજ્યોમાં નિંયત્રણોને કારણે અત્યારસુધી મહારાષ્ટ્રને આશરે 1.10 લાખ કરોડ, દિલ્હીને 30 હજાર કરોડ, ગુજરાતને 60 હજાર કરોડ, મધ્યપ્રદેશને આશરે 30 હજાર કરોડ, ઉત્તરપ્રદેશને 65 હજાર કરોડ, રાજસ્થાનને 25 હજાર કરોડ, છત્તીસગઢને 23 હજાર કરોડ જેવું કુલ આર્થિક નુકશાન થયું છે.

કૈટના પ્રવક્તા અનુસાર, એક તરફ વેપારીઓ દુકાનો બંધ કરી કે આંશિક રીતે ચાલું રાખીને નુકશાનીમાં વેપાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ઇ-કોમર્સ કંપનીઓ બિન્દાસ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને કમાણી કરી રહી છે.

આર્થિક ભીંસની આ સ્થિતિમાં કેન્દ્રિય નાણા મંત્રી તેમજ તમામ રાજ્યના મુખ્યમંત્રોઓને અપીલ કરાઇ છે, કે લોકડાઉન દૂર થવા પર વેપારીઓને તેમનો વ્યવસાય ફરી પાટે ચડાવવા માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઇએ.