1. Home
  2. Tag "loss"

ફેશનેબલ દેખાવા માટે આંખમાં રંગીન લેન્સ પહેરવાનું ટાળો, ભવિષ્યમાં આંખોને થઈ શકે છે નુકશાન

લેન્સ પહેરતી વખતે, આપણે તેના યોગ્ય ઉપયોગ અને આંખની સંભાળ વિશે પણ સભાન રહેવાની જરૂર છે, કારણ કે, જો યોગ્ય રીતે ન પહેરવામાં આવે તો તે આપણી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. રંગબેરંગી લેન્સ તમારા દેખાવમાં વધારો કરી શકે છે પરંતુ તમારી આંખોની તંદુરસ્તી સૌથી મહત્વપૂર્ણ છે. આ સાવચેતીઓ અપનાવીને તમે સ્ટાઈલિશ રહી શકો છો […]

રેશમી કપડાને આ રીતે કરવી ઈસ્ત્રી, કાપડને નહીં થાય નુકશાન

સિલ્કના કપડાંનો એક પોતાનો ક્રેઝ લોકોમાં છે. પરંતુ જો તેમની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો લાબું ચાલતું નથી, આવી સ્થિતિમાં, તેમને બાળ્યા વિના ઈસ્ત્રીમાં ખૂબ કાળજી લેવી જોઈએ. રેશમી કપડાં ખૂબ નાજુક હોય છે. જો સહેજ પ્રેસ પણ ગરમ થઈ જાય, તો તે તરત જ બળી જશે. તેથી, સિલ્કને ઈસ્ત્રી કરતી વખતે હંમેશા ખાસ […]

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કાચી ઈંટો ધોવાઈ જતાં બ્રિક ઉદ્યોગને થયું નુકશાન

ભાવનગરઃ ગોહિલવાડ પંથકના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને લીધે ઈંટ ઉદ્યોગને સારૂએવું નુકશાન થયું છે. ઈટો પાડવાની સીઝન શરૂ થયા બાદ ભાવનગર જિલ્લા સીદસર, વાળુકળ, ચિત્રા, નવાગામમાં જુદા-જુદા સ્થળોએ કાચી ઈટોનો જથ્થો તૈયાર કરીને રખાયો હતો, ત્યાં જ કમોસમી વરસાદનાં કારણે તૈયાર કાચી ઈટો ધોવાઈ જતા ઉત્પાદકોને નુકસાની સહન કરવા સાથે મહેનત ઉપર પાણી ફરી વળ્યું […]

દેશમાં કમોસમી વરસાદના પગલે ઘઉંના પાકને નુકશાન, ગુણવતા ઉપર પણ પડી અસર

ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી ગયા વર્ષની સરખામણીએ 18 ટકા ઓછી ખરીદી નવી દિલ્હીઃ સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ)માં અત્યાર સુધીમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી કરતાં 18 ટકા ઓછી છે. ફૂડ […]

સોરઠ પંથકમાં ગીરની રસમધૂર ગણાતી કેસર કેરીના પાકને માવઠાનો માર, 40 ટકા નુકસાનીનો અંદાજ

જુનાગઢઃ સોરઠ વિસ્તારમાં તલાલા-ગીરથી લઈને છેક ઊના સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. ઉપરાંત ગીરના ધારી સહિતના વિસ્તારોમાં પણ અનેક આંબાના બગીચા આવેલા છે. ગીરની સુમધુર ગણાતી કેસર કેરીની દેશમાં જ નહીં પણ વિદેશો પણ સારીએવી માગ રહેતી હોય છે. ત્યારે આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને ત્યારબાદ માવઠાએ કેરીના પાકને અગણિત નુકશાન પહોંચાડ્યું છે. ગીર વિસ્તારમાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઈસબગુલ સહિત ખેતીપાકને નુકશાન,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં માવઠાએ ખેડુતોની હાલત કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર  જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ત્રણવાર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે.  જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ અને આસપાસના ગામોમા અંદાજે પાંચ હજાર વીધા કરતા વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. પરંતુ કમોસમી વરસાદે પાકનો સોથ વાળી દેતા ખેડુતોની હાલત […]

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદને લીધે ખેતી પાકને નુકશાન, હાઈવે પર ધૂમ્મસ છવાયું

મોડાસાઃ ચોમાસાની વિદાય લેવાના ટાણે જ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખરીફ પાકને નુકશાન થતાં ખેડુતો ચિંતિત બન્યા છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછાવત્તા અંશે વરસાદ ખાબક્યો છે. બપોર બાદ એકાએક યાત્રાધામ શામળાજી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. શામળાજી મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાયા હતા. તેમજ નેશનલ […]

મેઘરાજા વિદાયનું નામ લેતા નથી, નવસારી પંથકમાં સતત વરસાદથી શેરડીના પાકને નુકશાનની ભીતી

નવસારીઃ જિલ્લામાં આ વર્ષે સારોએવો વરસાદ પડ્યો છે. હવે તો મેઘરાજા વિદાય લેવાનું નામ પણ લેતા નથી. દિવસ દરમિયાન સમયાંતરે પડતા વરસાદના ઝાપટાને લીધે ખેડુતોને સેરડીના પાકને નુકશાન થવાની ભીતી લાગી રહી છે. છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડવાથી જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદી પાણી ભરાઈ જવાથી જમીનમાં શેરડીમાં ફુગ ઉત્પન્ન થાય […]

ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને લીધે નુકશાનનો સર્વે ક્યારે?, દાંતીવાડા ડેમએ 591 ફૂટની સપાટી વટાવી

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સારા વસાદને કારણે બનાસનદીમાં પૂર આવતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 591 ફુટને વટાવી ગઈ છે. દરમિયાન ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં તાલુકાના વરણ ગામે પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન […]

હિજાબ મુદ્દે કેટલાક લોકો તણાવ બનાવી રાખીને ભારતની છબીને નુકસાન પહોંચાડી રહ્યાં છેઃ સુશીલકુમાર મોદી

પટણાઃ હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદ ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ડ્રેસવાળા કોડવાળા શિક્ષણ સંસ્થાનોમાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરેને બદલે સંસ્થાના નિયમોનું પાલન કરવા માટે કર્ણાટક હાયકોર્ટની ત્રણ સભ્યની ખંડપીઠનો નિર્ણય યોગ્ય છે. તેમણે કહ્યું કે, હાઈકોર્ટએ પણ સ્પષ્ટ કર્યું છે કે, હિજાબ પહેરવો ઈસ્લામનો મૂળ હિસ્સો નથી. ડ્રેસકોડવાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code