Site icon Revoi.in

ભારતે નોંધાવી સિદ્વિ, હવે આ વાતમાં USને પણ પછાડ્યું

Social Share

નવી દિલ્હી: ભારતે વિદેશી મુદ્રા ભંડારના કેસમાં સિદ્વિ હાંસલ કરી છે. ભારતે આ બાબતે હવે અમેરિકા, સિંગાપુર, હોંગકોંગ સહિત અન્ય અનેક દેશોને પાછળ છોડી દીધા છે. ભારત હવે વિદેશી મુદ્રા ભંડાર કેસમાં વિશ્વમાં 5માં નંબરનો સૌથી મોટો દેશ બન્યો છે. RBI અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડાર 6.842 અરબ ડોલર વધીને પ્રથમવાર 600 અરબ ડોલરને પાર કરી ચૂક્યો છે.

કોરોના મહામારી છતાં વિદેશી રોકાણકારોના વિશ્વાસ જીતવામાં મોદી સરકાર સફળ રહી છે. તેનું સૌથી મોટું દ્રષ્ટાંત એ છે કે દેશના વિદેશી મુદ્રા ભંડાર 6.842 અરબ ડોલર વધીને પ્રથમ વાર 600 અરબ ડોલરને પાર થયો છે.

RBIના આંકડા અનુસાર આ વધારાનું કારણ વિદેશી મુદ્રા આસ્તિયોમાં થયેલો વધારો છે. આ કુલ મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ હોય છે. તેની પહેલા 28મે 2021ના પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 5.271 અરબ ડોલરથી વધીને 598.165 અરબ ડોલર થયો હતો. વિદેશી મુદ્રા પરિસંપત્તિમાં 7.362 અરબ ડોલરથી વધીને 560.890 અરબ ડોલરને પાર થયું છે.

મળતી માહિતી અનુસાર વિદેશી મુદ્રા ભંડારના કેસમાં નવા રેકોર્ડની સાથે ભારત દુનિયાનો 5મો સૌથી મોટો દેશ બન્યો છે. ખાસ વાત તો એ છે કે આ કેસમાં ભારતે અમેરિકાને પણ માત આપી છે. અમેરિકાના ફોરેક્સ રિઝર્વ 142 અરબ ડોલરની છે અને લિસ્ટમાં તે 21મા નંબરે છે. જ્યારે સિંગાપુર, હોંગકોંગ સહિત અન્ય દેશ તેનાથી પણ પાછળ છે. આ લિસ્ટમાં ભારતથી ઉપર ફક્ત ચીન, જાપાન, સ્વિત્ઝરલેન્ડ અને રશિયા છે.

ઉલ્લેખનીય છે કે વિદેશી મુદ્રા પરિસંપત્તિઓ ડોલરમાં મળે છે. તેમાં ડોલરના સિવાય યૂરો, પાઉન્ડ અને યેનમાં પણ સંપત્તિ સામેલ છે. ગણતરીના સપ્તાહમાં ગોલ્ડ ભંડાર 50.2 કરોડ ડોલર ઘટીને 37.604 અરબ ડોલર રહ્યો હતો.