Site icon Revoi.in

ઑટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચડી, જુલાઇમાં કાર-પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં 45%ની વૃદ્વિ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીનો કહેર ઘટતા અને અનલોક બાદ આર્થિક ગતિવિધિઓએ વેગ પકડતા ઑટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચડી છે. જુલાઇ મહિનામાં કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં વાર્ષિક તુલનાએ 45 ટકાની વૃદ્વિ નોંધાઇ છે.

સિયામના આંકડા અનુસાર જુલાઇ મહિનામાં પેસેન્જર વ્હિકલ્સનું કુલ વેચાણ 2,64,442 યુનિટ નોંધાયું છે જે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં વેચાયેલા 1,82,779 યુનિટની સામે 45 ટકાની વૃદ્વિ દર્શાવે છે. અર્થાત્ ટુ-વ્હિલ્સનું વેચાણ 2 ટકા ઘટીને 12,53,937 યુનિટ નોંધાયુ છે જ્યારે જુલાઇ 2020માં 12,81,354 યુનિટ દ્વિ-ચક્રીય વાહનો વેચાયા હતા.

મોટરસાયકલનું વેચાણ જુલાઇ મહિનામાં ગત વર્ષના 8,88,520 યુનિટની સામે  ચાલુ વર્ષે 6 ટકા ઘટીને 8,37,096 યુનિટ રહ્યુ છે. જો કે બીજી બાજુ સ્કૂટરનું જુલાઇમાં વેચાણ 10 ટકાની વૃદ્ધિમાં 3,66,292 યુનિટ નોંધાયુ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં 3,34,288 યુનિટ સ્કૂટર વેચાયા હતા.

ગત મહિને દેશમાં 17,888 યુનિટ થ્રી-વ્હિલર વેચાય છે જે વાર્ષિક તુલનાએ વેચાણમાં 41 ટકાનો ટોપ ગિયર પોઝિટિવ ગ્રોથ દર્શાવે છે. જ્યારે ગત વર્ષે સમાન મહિનામાં 12,728 યુનિટ થ્રી-વ્હિલર વેચાયા હતા.

દેશમાં તમામ પ્રકારના વાહનોનું કુલ વેચાણ 15,36,269 યુનિટ નોંધાયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન મહિનામાં 14,76,861 યુનિટ વાહનો વેચાયા હતા.

દેશમાં પેસેન્જર વ્હિકલ્સનું સ્થાનિક સ્તરે વેચાણ 9.10 લાખ યુનિટ નોંધાયુ છે.