Site icon Revoi.in

કોરોના કાળ દરમિયાન 72 લાખ લોકોએ 24,000 કરોડ ઉપાડ્યા

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવતા તેઓને પારાવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે. આ જ સમયે લોકોની નબળી આર્થિક સ્થિતિમાં પીએફ મોટો સહારો બન્યું છે.

સરકાર દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે કોરોનાને કારણે આ વર્ષે 72 લાખથી વધારે લોકોએ પીએફ ફંડમાંથી પૈસાનો ઉપાડ કર્યો છે. લોકોએ ઉપાડેલી રકમ લગભગ 24000 કરોડ રૂપિયા જેવી થાય છે.

સરકારના શ્રમ મંત્રાલયે જાણકારી આપતા કહ્યુ છે કે, 1 એપ્રિલ 2021 થી 30 જુન 2021 સુધીમાં 72 લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા છે અને 24000 કરોડ રૂપિયા લોકોને ચુકવાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ ત્રણ મહિના દરમિયાન જ ભારતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો હતો. જેમાં સંખ્યાબંધ લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઉપરાંત લોકો પર સારવાર કરાવવા માટે પણ આર્થિક બોજો આવ્યો હતો.

સરકાર તરફથી કોરોના મહામારી દરમિયાન પીએફની રકમ ઉપાડવાનો ઓપ્શન ખાતા ધારકોને અપાયો હતો.