Site icon Revoi.in

હવે પેટીએમ અને ગૂગલ પે થી પેમેન્ટની રીત બદલશે, RBI પેમેન્ટ ફ્રેમવર્ક બદલશે

Social Share

નવી દિલ્હી: આ ડિજીટલ યુગ છે ત્યારે આજે મોટી દુકાનોથી લઇને ચા વાળા સુધી દરેક વ્યક્તિ ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. દરેકની પાસે હવે Paytm અને Google Pay જેવા પેમેન્ટ ઓપ્શન છે જ્યાં માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકાય છે. આ વચ્ચે હવે ભારતીય રિર્ઝવ બેંકે એક આદેશ જાહેર કરીને આ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર લાવવાની વાત કહી છે.

RBIના આદેશ અનુસાર દેશમાં ડિજીટલ અને સુરક્ષિત લેવડદેવડમાં વધુ સારી સુવિધા આપવા માટે આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આયો છે, જે મુજબ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક તેવા ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરવામાં આવશે જે બીજા પેમેન્ટ ઓપરેટર્સ દ્વારા પણ સ્કેન થઇ શકે. આ પ્રોસેસ લાગુ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે.

પેમેન્ટ કંપનીઓ માટે ઇન્ટરઓપરેબલ ક્વિક રિસ્પોન્ડ કોડનો ઉપયોગ જરૂરી કવા માટે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ઇન્ટરઓપરેબલ QR કોડ મુજબ તમે કોઇપણ એપ પર આ ક્યૂઆર સ્ટીકરને સરળતાથી વાંચી શકશો. દેશમાં આ સમયે ત્રણ ક્યુઆર કોડ છે. Bharat QR, UPI QR અને પ્રોપાઇટરી QR. UPI QR અને Bharat આર પહેલાની જેમ જ ચાલું રહેશે.

RBI રેગ્યુલેટરી ફ્રેમવર્ક પર કરી રહી છે કામ

ઇન્ટર ઓપરેબલ ક્યુઆર કોડ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સની શરૂઆત કરવી પડશે તેવું આરબીઆઇનું કહેવું છે. ઇન્ટર ઓપરેબિલિટીના કારણે સામાન્ય લોકોને સરળતા મળશે. પેમેન્ટ સિસ્ટમ પણ વધુ મજબૂત બનશે. RBI આ માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ તૈયાર કરી રહી છે. જેથી દેશના વિવિધ રીતના પેમેન્ટ સિસ્ટમને સરળતાપૂર્વક ઓપરેટ કરી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં લોકો પોતાનું બેકિંગ અને અન્ય આર્થિક વ્યવહાર ડિજીટલ માધ્યમથી કરી રહ્યા છે. ચલણી નોટ્સથી કોરોના સંક્રમણ ફેલાતું હોવાથી લોકો હાલમાં ડિજીટલ રીતે આર્થિક લેવડદેવડ કરવાને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. લોકો ડિજીટલ પેમેન્ટ કરી રહ્યા છે.

(સંકેત)