Site icon Revoi.in

RBIએ આપની ફેવરિટ આ એપ પર લગાડ્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: RBIના દિશા-નિર્દેશોનું પાલન ના કરનારી ખાનગી કંપનીઓ પર RBIએ ચાબુક ચલાવી છે. RBIએ પેટીએમ અને વેસ્ટર્ન યુનિયનને દંડ ફટકાર્યો છે.

ફિનટેક કંપની પેટીએમને ઝટકો લાગ્યો છે. RBIએ અમુક નિર્દેશોનું પાલન ના કરવા પર પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તે ઉપરાંત વેસ્ટર્ન યુનિયન ફાઇનાન્સિયલ સર્વિસ પર 27.78 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

RBIએ અવલોકનમાં કહ્યું કે, પીપીબીએલના આવેદનની તપાસ કરવા પર એ માલુમ પડ્યું કે, તેણે એવી જાણકારી આપી હતી કે જે તથ્યાત્મક સ્થિતિને નથી દર્શાવતી. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, કારણ કે આ ચૂકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ, 2007ની કલમ 26(2) હેઠળ ઉલ્લેખનીય જોગવાઇ હેઠળ અપરાધ છે. માટે PPBLને આ નોટિસ ફટકારાઇ છે.

‘વ્યક્તિગત સુનાવણી હેઠળ આપવામાં આવેલી લેખિત પ્રતિક્રિયાઓ અને માલિકી નિવેદનની સમીક્ષા કર્યા બાદ રિઝર્વ બેન્કે નક્કી કર્યું કરે ઉપરોક્ત મામલામાં મૌદ્રિક દંડ લગાવવાો જરૂરી છે.’ જણાવી દઈએ કે, કેન્દ્રીય બેન્કે એક ઓક્ટોબરથી આ આદેશ દ્વારા પીપીબીએલ પર એક કરોડ રૂપિયાનો મૌદ્દિક દંડ લગાવ્યો છે.

વેસ્ટર્ન યુનિયન ફાઇનાન્સિયલ સર્વિસને એ માટે દંડ ફટકારાયો હતો કે, કંપની દ્વારા 2019 અને 2020 વખતે દરેક લાભાર્થી પૈસા મોકલવાના 30ની સીમાનાં ઉલ્લંઘનની સૂચના મળી હતી. આ વિશે કંપનીએ મૌલિક નિવેદનનું વિશ્લેષણ કર્યા બાદ RBI નિર્ધારિત નિયમોના પાલન માટે મૌદ્રિક દંડ અનિવાર્ય છે.