Site icon Revoi.in

RBIએ ખાતામાંથી પૈસા કાપવા અંગે હવે નવો નિયમ જાહેર કર્યો

Social Share

નવી દિલ્હી: હવે મોબાઇલ બિલ, અન્ય યૂટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન માટે લગાવવામાં આવનારા ઓટો ડેબિટ સિસ્ટમ 1 એપ્રિલ 2021થી બંધ થઇ જશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, RBIએ તેને લઇને નવા નિયમો બનાવ્યા છે. જે નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી લાગૂ થશે. જો કે યુપીઆઇના ઓટોપે સિસ્ટમથી આવા ઓટો ડેબિટ ચૂકવણી પર કોઇ અસર નહીં પડે.

કેન્દ્રીય બેંકોના એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનને નવી ગાઇડલાઇન્સ લાગૂ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. નવા નિયમો લાગૂ કરવાથી કરોડો સબ્સક્રાઇબર્સ પ્રભાવિત થશે. આ નિયમો અંતર્ગત 1 એપ્રિલથી બેંકોના ઓટો ડેબિટ ચૂકવણીની તારીખથી 5 દિવસ પહેલા ગ્રાહકોને એક નોટિફિકેશન મોકલવાનું રહેશે. ચૂકવણી ફક્ત ત્યારે જ થઇ શકશે જ્યારે ગ્રાહક મંજૂરી આપશે.

આ ઉપરાંત જો ચૂકવણીની રકમ 5 હજાર રૂપિયાથી વધારે છે તો બેંક ગ્રાહકોને OTP મોકલશે. બીજી તરફ ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઑફ ઇન્ડિયાનું કહેવું છે કે મોટા ભાગે મોટી બેંકોએ આના માટે પોતાને તૈયાર નથી કરી.

(સંકેત)