Site icon Revoi.in

મોંઘવારીનો માર, દેશનો રિટેલ ફુગાવો 5.59 ટકા સાથે 6 મહિનાની ઊંચી સપાટીએ

Social Share

નવી દિલ્હી: દેશમાં નવા વર્ષે પણ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે દેશનો રિટેલ ફુગાવો પાંચ મહિનાની ઊંચી સપાટીએ ડિસેમ્બર મહિનામાં 5.59 ટકાએ પહોંચ્યો હતો. નવેમ્બર 2021માં રિટેલ ફુગાવો 4.91 ટકા હતો. રિટેલ ફુગાવો આ સ્તરે રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાની ઘણો નજીક છે. ડિસેમ્બરના ખાદ્ય ફુગાવો 4.05 ટકા થયો, જે ગત મહિને 1.87 ટકા હતો.

ડિસેમ્બર 2021ની વાત કરીએ તો ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ શાકભાજીના ભાવમાં ઘટાડો છે. તેના લીધે શાકભાજીના મોરચે મોંઘવારી ઘટી છે. તેમાં 2.99 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનાથી વિપરિત ખાદ્ય તેલોમાં મોંઘવારી 24.32 ટકા વધી ગઇ છે.

નવેમ્બર મહિનાની વાત કરીએ ઑક્ટોબરમાં રિટેલ ફુગાવો 4.48 ટકા હતો, જ્યારે સપ્ટેમ્બરમાં 4.35 ટકા હતો. ઓગસ્ટમાં આ આંકડો 5.3 ટકા હતા. જ્યારે ગત વર્ષે ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો આંકડો 4.59 ટકા હતો.

રિઝર્વ બેન્કે મોંઘવારી દર માટે ચાર ટકાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. તેમા ઉપરનીચે બે ટકાનું માર્જિન રાખવામાં આવ્યું છે. મોંઘવારીને અંકુશમાં લાવવા માટે રિઝર્વ બેન્કે છેલ્લા નવ વખતથી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

રિઝર્વ બેન્કનું માનવું છે કે આધાર પ્રભાવ પ્રતિકૂળ હોવાની સ્થિતિમાં વર્તમાન નાણાકીય વર્ષના બચેલા સમયગાળામાં ફુગાવાનો દર ઊંચો રહેશે.