નવી દિલ્હી: જો તમારું બેંક ખાતુ બેંક ઑફ બરોડા, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તેમજ પંજાબ નેશનલ બેંકમાં હોય તો આ સમાચાર તમારા માટે જ છે. આ ત્રણ બેંકો દ્વારા નિયમોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.
હવે આ ત્રણેય બેંકોમાં આગામી દિવસોથી બેંક ઑફ બરોડા ચેકથી પેમેન્ટ સિસ્ટમમાં થોડોક બદલાવ કરવાની છે. તો બીજી તરફ SBI અને PNB રૂપિયાની લેવડદેવડમાં અમુક બદલાવ કરવાની છે.
બેંક ઓફ બરોડાના તેમના ગ્રાહકો માટે 1 ફેબ્રુઆરીથી ચેક ક્લીયરન્સ સાથે જોડાયેલા નિયમો બદલાવી છે. જેમાં 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે કન્ફર્મેશન અનિવાર્ય રહેશે. જો કન્ફર્મેશન નહીં હોય તો ચેક રિટર્ન પણ થઇ શકે છે. બેંક દ્વારા ગ્રાહકોને આ માટે અપીલ કરવામાં છે કે તેઓ સીટીએસ ક્લીયરિંગ માટે પોઝિટિવ વે સિસ્ટમનો લાભ ઉઠાવે.
જો તમારું ખાતુ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં છે તો હવે IMPS ટ્રાન્ઝેક્શન પર વધુ ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 1 ફેબ્રુઆરીથી હવે IMPS ટ્રાન્ઝેક્શનમાં નવો સ્લેબ જોડવામાં આવશે. જે 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો રહેશે. જેથી આવતા મહિને 2 થી 5 લાખ રૂપિયા જો તમે કોઇને મોકલશો તો તેના પર 20 રૂપિયા ચાર્જની સાથે GST અલગથી લાગશે.
બીજી તરફ પંજાબ નેશનલ બેંક પણ આગામી મહિને નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. જેમાં 1 ફેબ્રુઆરીથી તમારા ડેબિટ એકાઉન્ટમાં રૂપિયા નહીં હોવાના કારણે જો તમારે EMI કેન્સલ થશે તો તેના માટે તમારે 250 રૂપિયાનો ચાર્જ ભરવો પડી શકે છે. જેનો ચાર્જ પહેલા 100 રૂપિયા લાગતો હતો. તે ઉપરાંત ડિમાન્ડ ડ્રાફ્ટ પર હવે 100 ને બદલે 150 રૂપિયા ચાર્જ આપવો પડશે.