Site icon Revoi.in

PPF, NSC અને સુકન્યા સમૃદ્વિ યોજનાઓ પરના વ્યાજદર ઘટી શકે, આજે બેઠકમાં લેવાશે નિર્ણય

Social Share

નવી દિલ્હી: જો તમે પણ સરકારની નાની બચત યોજનાઓ જેમ કે PPF, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્વિ યોજનામાં નાણા જમા કરાવો છો, તો આપને મોટો આંચકો લાગી શકે છે. સરકાર નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. આજે સ્મોલ સેવિંગ્સ સ્કીમને લઇને એક સમીક્ષા બેઠક થવા જઇ રહી છે. આ બેઠકમાં બચત યોજનાઓના દરોને લઇને નિર્ણય લેવામાં આવશે.

નિષ્ણાતો અનુસાર ગ્રોથ રેટમાં સુધારો કરવા માટે ફાઇનાન્સિયલ અને મોનેટરી બંને પ્રકારના સપોર્ટની આવશ્યકતા છે. નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટાડવાથી સરકારનો ખર્ચ ઓછો થશે અને તેનાની અર્થતંત્રને સપોર્ટ મળશે.

જાણો શું છે બચત યોજનાઓના વ્યાજ દર?

>> સુકન્યા સમૃદ્ધિ યોજના- 7.6 ટકા
>> એનએસસી- 6.8 ટકા
>> પીપીએફ- 7.1 ટકા
>> 5 વર્ષની સીનિયર સિટીઝન બચત યોજના- 7.4 ટકા
>> બચત જમા- 4 ટકા
>> એક વર્ષની FD- 5.5 ટકા
>> કિસાન વિકાસ પત્ર- 6.9 ટકા

અગાઉ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા 31 માર્ચે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ તેના બીજા જ દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણયને એક ભૂલ ગણાવતા તેને પરત લઇ લીધો હતો.