Site icon Revoi.in

નાણામંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 45મી બેઠક મળશે, આ અંગે લેવાઇ શકે છે નિર્ણય

Social Share

નવી દિલ્હી: શુક્રવારે લખનઉમાં જીએસટી કાઉન્સિલની 45મી બેઠક યોજાવા જઇ રહી છે. જીએસટી કાઉન્સિલ શુક્રવારે વન નેશન વન ટેક્સ હેઠળ જીએસટી વ્યવસ્થામાં પેટ્રોલ-ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વસૂલવા પર વિચાર કરી શકે છે. જો કાઉન્સિલ આ નિર્ણય લેશે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને આ પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવીને થતી આવક પર બારે સમાધાન કરવું પડશે. જો કે કાઉન્સિલના આ નિર્ણયથી બીજી તરફ સામાન્ય વ્યક્તિને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.

આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ સહિતના મુદ્દાઓ પર નિર્ણય લેવાય તેવી શક્યતા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષાવાળી પેનલ આ મુદ્દે વિચારણા કરશે.

જો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમમાં કોઇ ફેરફાર કરવો હોય તો પેનલ સભ્યોના ¾ ભાગની મંજૂરી જરૂરી છે. તમામ રાજ્યો અને પ્રદેશોના પ્રતિનિધિઓ આમાં સામેલ છે.

બીજી તરફ પેટ્રો  અને ડીઝલની કિંમતમો હજુ પણ વધુ છે. જો કે સતત 11માં દિવસે ભાવ સ્થિર છે. ઇંધણની કિંમતોમાં ઑઇલ કંપનીઓએ એટલી ઝડપથી વધારો કર્યો છે પરંતુ તે ગતિએ ભાવ ઘટાડ્યા નથી. નવી દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લિટરના દરે છે અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતમાં એક લીટર ડીઝલ 95.63 જ્યારે પેટ્રોલ 98.17 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

બીજી તરફ જીએસટી કાઉન્સિલ ફૂડ ડિલિવરી એપને રેસ્ટોરન્સ સર્વિસમાં સામેલ કરવા માટે વિચારણા કરી રહી છે. આ મોબાઇલ એપ્સ સંપૂર્ણપણે રેસ્ટોરન્સ તરીકે સેવા આપે છે તેથી સમાન પ્રકારની સેવામાં સામેલ થઇ શકે છે.