Site icon Revoi.in

5 વર્ષ માટે પણ ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા યોગ્ય: RBI

Social Share

મુંબઇ: દેશમાં ટૂંક સમયમાં ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટની સમીક્ષા થવાની છે ત્યારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં RBIએ જણાવ્યું છે કે, ફુગાવાનો 4 ટકાનો વર્તમાન લક્ષ્યાંક આગામી પાંચ વર્ષ માટે યોગ્ય છે.

આપને જણાવી દઇએ કે દેશમાં 2016થી FIT ફ્રેમવર્કનો અમલ કરવામાં આવી રહ્યો છે. ફુગાવાનો આગામી લક્ષ્યાંક 31 માર્ચ, 2021 પહેલા નિર્ધારિત કરવો પડશે.

આરબીઆઇએ  નાણાકીય વર્ષ 2020-21 માટેના રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઇનાન્સ(આરસીએફ)માં જણાવ્યું છે કે હાલમાં અમલી ફુગાવાનો લક્ષ્યાંક કરવાની હાલની ન્યૂમેરિકલ ફ્રેમવર્ક યોગ્ય છે. આ ફ્રેમવર્ક હેઠળ નક્કી કરાયેલ ફુગાવાનો ચાર ટકાનો લક્ષ્યાંક આગામી પાંચ વર્ષ માટે પણ યોગ્ય છે.

આરબીઆઇએ જણાવ્યું છે કે આ અહેવાલ ઓક્ટોબર, 2016 થી માર્ચ, 2020 સુધીના આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ કોરોનાના સમયગાળાના આંકડાઓને સામેલ કરવામાં આવ્યા નથી.

આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે એફઆઇટી લાગુ કરવામાં આવ્યા પછી મોટા ભાગના સમયમાં ફુગાવો 3.8 ટકાથી લઇને 4.3 ટકા રહ્યો હોવાથી આગામી પાંચ વર્ષ માટે ફુગાવાનો લક્ષ્યાંક ચાર ટકા યોગ્ય છે.

અહેવાલ વિશે વાત કરીએ તો, ફુગાવો મહત્તમ વધીને 6 ટકા થાય ત્યાં સુધી સ્વીકાર્ય રહેશે. બીજી તરફ 2 ટકાથી ઓછો ફુગાવો પણ સ્વીકાર્ય નથી કારણ કે તેનાથી વિકાસમાં અવરોધ ઉભો થશે.

(સંકેત)