Site icon Revoi.in

એપ્રિલમાં ઑટો સેક્ટરની ગતિને ફરી બ્રેક, વેચાણ 18 ટકા ઘટ્યું: SIAM

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરથી ફરી ઑટો સેક્ટરને ફટકો પડ્યો છે. અનેક રાજ્યોમાં ફરીથી આંશિક કે ફૂલ લોકડાઉન કે રાત્રી કર્ફ્યૂ જેવા નિયંત્રણોને કારણે પરિવહનને અસર થતા હવે વાહનોના વેચાણમાં ફરી ડબલ ડિજીટનો નેગેટિવ ગ્રોથ નોંધાયો છે. ઓટો કંપનીઓએ એપ્રિલમાં કુલ 12.70 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું જે માસિક તુલનાએ 18.19 ટકાનો ઘટાડો દર્શાવે છે. ગત વર્ષે દેશવ્યાપી લોકડાઉનને કારણે એપ્રિલ માસમાં એક પણ વાહન વેચાયું ન હતું.

પ્રાપ્ત જાણકારી મુજબ, એપ્રિલમાં ઓટો કંપનીઓએ 12.70 લાખ યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું. જેમાં 2.61 લાખ યુનિટ પેસેન્જર વ્હિકલ વેચ્યા છે જે માસિક તુલનાએ 10.7 ટકા ઓછું વેચાણ છે. માર્ચ 2021માં 2.90 લાખ પેસેન્જર વ્હિકલ વેચાયા હતા. ખાસ કરીને કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક રાજ્યોમાં લોકડાઉનની અસરને કારણે વાહનોને વેચાણને ફટકો પડ્યો છે તેવું સોસાયાટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM)એ જણાવ્યું હતું.

ટુ-વ્હીલરનું વેચાણ ઘટ્યું

ફોર વ્હીલની જેમ એપ્રિલ મહિનામાં ટુ-વ્હીલરનું વેચાણ માસિક તુલનાએ 33.52 ટકા ઘટીને 9.95 લાખ યુનિટ થયું છે. જ્યારે માર્ચમાં 14.96 લાખ નંગ ટુ-વ્હિલર વેચાયા હતા. એપ્રિલમાં થ્રી-વ્હીલરનું વેચાણ 57 ટકા ઘટીને 13728 યુનિટ રહેવા પામ્યું છે.

(સંકેત)