Site icon Revoi.in

શું એન્ટિગુઆએ રદ્દ કરી મેહુલ ચોક્સીની નાગરિકતા? જાણો હકીકત

Social Share

નવી દિલ્હી: ભાગેડૂ આર્થિક અપરાધી નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બન્યા બાદ મેહુલ ચોક્સી વિરુદ્વની પ્રત્યાર્પણ પ્રક્રિયા ઝડપી થશે તેવી આશા સેવાઇ રહી છે. આ વચ્ચે એન્ટીગુવાએ મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ નથી કરી. તેના વકીલ એજન્સી વિજય અગ્રવાલે આ દાવો કર્યો છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એન્ટીગુવા અને બારમૂજાએ ચોક્સીની નાગરિકતા રદ્દ કરી હતી. આ વચ્ચે આ વાતને લઇને સ્પષ્ટતા કરતા મેહુલ ચોક્સીના વકીલે કહ્યું હતું કે, મારા ક્લાયન્ટની એન્ટીગુવાની નાગરિકતા હજુ રદ્દ નથી કરાઇ.

પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2017માં કેરેબિયન આઇલેન્ડ કન્ટ્રી એન્ટિગુઆ અને બાર્બુડાએ એક કાર્યક્રમ દરમિયાન ચોક્સીને નાગરિકતા આપી હતી. મીડિયા રિપોર્ટમાં ED તેમજ CBI અધિકારીઓનો હવાલો આપવામાં આવ્યો છે. આ દરમિયાન એક મીડિયા હાઉસે અહેવાલમાં જણાવ્યું છે કે, એન્ટિગુઆ અને બાર્બુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને જણાવ્યું , ચોક્સીએ કાનૂની માર્ગ અપનાવ્યો છે અન આ મુદ્દાના ઉકેલમાં 7 વર્ષ લાગશે.

પ્રવર્તન નિર્દેશાલયે થોડા સમય અગાઉ જ પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીની 14 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.

આ ઉપરાંત તેના ભાણેજ અને ગુનામાં ભાગીદાર નિરવ મોદીને યૂકેની એક કોર્ટે ઝટકો આપ્યો છે અને તેને કોઇપણ પ્રકારની રાહત આપવાથી ઇનકાર કરી દીધો છે. વેસ્ટમિંસ્ટર કોર્ટના જજ સેમ્યુઅલ ગૂજીએ સ્પષ્ટ કહ્યું કે નિરવને દોષી ઠેરવવા લાયક જરૂરી પુરાવા છે. કોર્ટે એ પણ માન્યું છે કે નિરવ મોદીએ પુરાવા નાબૂદ કરવા તેમજ સાક્ષીઓને ધમકાવવાની યોજના બનાવી હતી.

કોર્ટનો નિર્ણય હવે યુકેની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને સાઇન-ઓફ માટે મોકલવામાં આવશે. પરિણામને આધારે, બંને પક્ષ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. 19 માર્ચ, 2019ના રોજ પ્રત્યાર્પણ વોરંટ પર ધરપકડ કરાયેલા મોદી પર મની લોન્ડરિંગ, પુરાવાઓને નષ્ટ કરવા અને સાક્ષીઓને ડરાવવાના કાવતરાના આરોપ છે.

(સંકેત)